મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા ગામ નજીક ગેરકાયદે કતલખાને જનતા રેડ: નીલગાયના શિકારનો પર્દાફાશ, હથિયાર-માંસના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા


SHARE









હળવદના કડિયાણા ગામ નજીક ગેરકાયદે કતલખાને જનતા રેડ: નીલગાયના શિકારનો પર્દાફાશ, હથિયાર-માંસના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અબોલ જીવના આડેધડ શિકાર કરવામાં આવે છે અને તેના માંસ વેચવાનો મોટો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં ગેરકાયદે નીલગાય (રોજડા)નો શિકાર કરવામાં આવતો હોવાની ફરિયાદ મળી હતી જેના આધારે ગામના લોકોએ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેડ કરી હતી ત્યારે રોજડાનો શિકાર કરીને માંસ મટન જુદુ કરતા બે શખ્સને રંગે હાથે પકડ્યા હતા જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી મુદામાલ કબજે કરીને હાલમાં પકડાયેલા બંને શખ્સોની સામે ગુનો નોંધવા માટેની તજવીજ શરૂ કરી છે અને જયારે રેડ કરવામાં આવી હતી ત્યારે નાશી ગયેલા શખ્સોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં અનેક ગેરકાયદે કતલખાના ચાલી રહ્યા છે જો કે, તેની સામે અધિકારીઓએ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ગરેકાયદે કતલખાન ચલાવતા શખ્સો દ્વારા અબોલ જીવનો રાત્રિના અંધારમાં માંસ મટન મેળવવા માટે શિકાર કરવામાં આવતો હોય છે તે હકકીત છે દરમ્યાન મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં કડિયાણા ગામની સીમમાં આવેલ જેઠાભાઇ લાતી વાળાની વાડીએ શિકારી ગેંગ હોવાની માહિતી કડિયાણા ગામના લોકોને મળી હતી જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોને જાણ કરી હતી અને ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીને સાથે રાખીને ગુરવારે રાતના સમયે કડિયાણા ગામની સીમમાં આવેલ જેઠાભાઇ લાતી વાળાની વાડીએ રેડ કરી હતી ત્યારે નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાનું સ્થળ ઉપરથી જોવા મળ્યું હતું

વધુમાં ગામના લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જે જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યાં છેલ્લા ઘણા  સમયથી ગેરકાયદે કતલખાનું ચાલુ હોવાનું માહિતી મળી હતી જેથી કરીને વિહિપના આગેવાનો અને ફોરેસ્ટના અધિકારીઓને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જે શખ્સો મળી આવ્યા છે તેની પાસેથી બે હથિયાર પણ મળી આવ્યા છે જેથી કરીને આ શખ્સો દ્વારા નીલગાયના શિકાર કરીને તેના માંસને વેચતા જોવાનું સામે આવી છે જો કે, રેડ કરવામાં આવી ત્યારે બે થી ત્રણ શખ્સ ત્યાંથી નાશી ગયા હતા તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

હાલમાં નીલગાયનો શિકાર કરીને તેના માંસના જથ્થા સાથે જે બે શખ્સ રંગે હાથે પકડાયા છે તે બંને માળીયા મિયાણા તાલુકાનાં રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને માળિયાની ગેંગ દ્વારા છેલ્લા ઘણા સમયથી કડિયાણા પાસે શિકાર અને ગેરકાયદે કતલખાનું ચલાવવાની પ્રવૃતિ કરવામાં આવી રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે ત્યારે ગુરુવારે રાતે રેડ કરવામાં આવી તે સમયે ઘટના સ્થળેથી શિકાર કરાયેલ રોજડાનું માથું અને પગ મળી આવ્યા હતા અને તેની પાસેથી બે દેશી બનાવટના હથિયાર પણ મળી આવ્યા છે અને આ ગેંગ દ્વારા રાત્રિના સમયે હળવદ અને માળિયા તાલુકામાં રોજડાનો શિકાર કરવામાં આવતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે જો કે, હાલમાં ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા તમામ મુદામાલને કબજે કરીને પકડાયેલા આરોપીઓની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નાશી છૂટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News