મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે બે યુવાનોને માર મારનારા ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડ


SHARE









મોરબીના ઘૂટું ગામે બે યુવાનોને માર મારનારા ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડ

મોરબીના ઘુટુ ગામે ઘર નજીક શેરીમાં ઉભેલા યુવાન અને તેના મિત્રને પ્રવીણ સાથે મિત્રતા ન રાખવાનું કહીને બેફામ ગાળો આપવામાં આવી હતી અને ત્રણ શખ્સો દ્વારા લાકડી વડે તે બંનેને માર મારવામાં આવ્યો હતો ત્યાર બાદ ભોગ બનેલા યુવાને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે દાડમાદાદાના મંદિરની પાછળના ભાગમાં રહેતો સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયા (૨૩) તેના રહેણાંક મકાન પાસે તેના મિત્ર નરેશભાઈ સાથે શેરીમાં ઉભા હતા ત્યારે ત્યાં આરોપી રવિ પરસોતમ માનેવાડીયા, રવિભાઈ અશોકભાઈ વરાણીયા અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા આવ્યા હતા અને પ્રવીણની સાથે મિત્રતા ન રાખતા તેવું કહીને બંનેને બેફામ ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે આરોપી રવિ પરસોતમ માનેવાડીયા (૨૧) રહે. મહેન્દ્રનગર, રવિભાઈ અશોકભાઈ વરાણીયા (૨૪) રહે. ત્રાજપર અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે

ફિનાઈલ પી જતા સગીરા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતી આશિયાના ગુલામ શબ્બીર માલાણી નામની તેર વર્ષીય સગીરા તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા વિપુલભાઈ ફુલચરીયાએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે આશિયાનાબેને ભૂલથી ફિનાઈલ પી લીધું હતું.




Latest News