મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ખાતરનો ઓદ્યોગીક ઉપયોગ કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં ખાતરનો ઓદ્યોગીક ઉપયોગ કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી નજીકના નવા સાદુળકા ગામની સીમમાં આવેલ માતૃ ઇન્ડસ્ટ્રીઝમાં થોડા સમય પહેલા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને તેની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ખેતીના વપરાશ માટેની યુરિયા ખાતરની બેગ મળી આવી હતી અને ખેતીના ઉપયોગ માટેના ખાતરનો ઉપયોગ બિનખેતી માટે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું અને ખેતીના બદલે ઔદ્યોગિક હેતુ માટે ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય કારખાનેદાર સહિત બે શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જેની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી હાલમાં મોરબી તાલુકા પોલીસની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરાની સામેના ભાગમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં હરિદ્વાર એપાર્ટમેન્ટના બ્લોક નં-૫૦૧ માં રહેતા અને મોરબીમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ભાણજીભાઈ દલસાણીયા (૪૨) એ થોડા દિવસ પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ સવજીભાઈ અઘારા રહે. માતૃ ઇન્ડસ્ટ્રીઝ નવા સાદુળકા તથા તેના માલિક બંધનભાઈ ગણેશભાઈ વડસોલા રહે. મહેન્દ્રનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓએ નિમ કોટેડ કુરિયા ખાતરની ૧૬૯ બેગ ખેતીના ઉપયોગના બદલે રેંજિન બનાવવાના ઔદ્યોગિક હેતુ માટે વપરાશમાં લીધેલ હોય એક બેગની કિંમત ૨૨૩૬ એમ કુલ મળીને ૩,૭૭,૯૪૬ રૂપિયાની કિંમતની ખાતરની બેગ ત્યાંથી કબજે કરવામાં આવ્યો હતો અને બંને શખ્સોની સામે રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ-૧૯૮૫ ની કલમ-૨૫(૧) તથા જરૂરી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-૭(૧)(એ)(૨) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે અગાઉ મનોજભાઈ સવજીભાઈ અઘારા અને બંધનભાઈ ગણેશભાઈ વડસોલાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુના પીએસઆઈ એસ.એન. સાગરકા અને રાઈટર વિજય સવસેટા દ્વારા આરોપી રમેશભાઇ ડાયાભાઈ હળવદિયા (૫૪) ધંધો ખેતી રહે. હરીપર (કેરાળા) મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

મહિલા રાજકોટ ખસેડાયા
મોરબીના જેતપર ગામે રહેતા રસીલાબેન ઉમેશભાઈ બોસિયા નામની ૫૦ વર્ષની મહિલાને મણાબા ગામના પાટીયા પાસે આવેલ પેપર મિલમાં કામ દરમિયાન પેટ અને છાતીના ભાગે ઇજાઓ થવાથી સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે તેઓને હાલ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News