મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી) નાં સરદારનગરમાં કથામાં રામસીતાના વિવાહમાં જૂની પરંપરા મુજબ ગાડામાં જાન આવી


SHARE





માળીયા (મી) નાં સરદારનગરમાં કથામાં રામસીતાના વિવાહમાં જૂની પરંપરા મુજબ ગાડામાં જાન આવી

માળીયા મિયાણા તાલુકાનાં સરદારનગરમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામસીતાના વિવાહનો પ્રસંગ જૂની પરંપરા મુજબ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારે ગાડામાં જાન આવી હતી જેથી કરીને આખું ગામ જાન જોવા માટે આવ્યું હતું

માળીયા મિયાણા તાલુકાનાં સરદારનગર (સરવડ) ગામે રાવલ પરિવાર તથા સમસ્ત ગામ લોકો દ્વારા આયોજિત કથામાં રામસીતા વિવાહના પ્રસંગની ઊજવણી વિશેષ રીતે કરવામાં આવી હતી અને આ તકે જુનવાણી સમયમાં ગાડા જોડી જાન જતી તે જ રીતે રામ વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. જેમાં ભરતભાઇ બાબરીયાની દીકરી રામ બની હતી અને તેના ઘેરથી જાન ગાડાઓ સાથે નીકળી હતી. તે જોવા આખું ગામ એકઠું થયું હતું ત્યારે દેશી ઢોલના અવાજમાં લગ્નગીતો ગવાણા હતા અને મંડપ નીચે ફટાણાની રમઝટ બોલી હતી અત્યારના ઠાઠમાઠના લગ્ન સમયમાં જુનવાણી રીત રિવાજની યાદ લોકોને આ કથામાં તાજી થઈ ગઈ હતી. અને લગ્નવિધિની સાથે સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું




Latest News