મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સાપર પાસે કારખાનામાં ડીઝલ વાળી બોટલમાંથી પાણી પી લેતા ઊલટીઓ થવાથી બાળકનું મોત


SHARE













મોરબીના સાપર પાસે કારખાનામાં ડીઝલ વાળી બોટલમાંથી પાણી પી લેતા ઊલટીઓ થવાથી બાળકનું મોત

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટર પાસે બાળક રમતો હતો ત્યારે તે બાળક ભૂલથી ડીઝલ વાળી બોટલમાં પાણી ભરેલ હોય તે બોટલમાંથી પાણી પી લેતા તેને ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સાપર ગામ પાસે આવેલ લેમીસ્ટોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ગુડાભાઈ હઠીલા જાતે આદિવાસીનો સાત વર્ષનો દીકરો કાર્તિક લેબર કવાર્ટર પાસે રમતો હતો ત્યારે ત્યાં રમતા રમતા તે ભૂલથી ડીઝલ વાળી બોટલમાં પાણી ભરેલ હોય તે બોટલમાંથી પાણી પી લેતા તેને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને આ બાળકને સારવાર માટે પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેક

વાંકાનેરમાં આવેલ આશીર્વાદ પેટ્રોલ પંપની બાજુમાં જડેશ્વર ચેમ્બરમાં આવેલ સાંઈબાબા રોડલાઇન્સમાં બેઠેલ બાલામુરલી રવિકુમાર કૃષ્ણમૂર્તિ જાતે પાલનપી (૩૭) રહે. પરશુરામ સોસાયટી સ્ટેશન રોડ પટેલ વાડીની બાજુમાં વાળાને હાર્ટ એટેક આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા તેના ડેડબોડીને પીએમ માટે મૃતકનો કૌટુંબિક ભાઈ હરીશના સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News