હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક વાડીમાંથી બાઈકની ચોરી


SHARE









મોરબીના શનાળા નજીક વાડીમાંથી બાઈકની ચોરી

મોરબી શહેરના શનાળા ગામની બાજુમાં આવેલ મોર ભગતની વાડીમાં ઘર પાસે પાર્ક કરેલ બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ મોર ભગતની વાડીમાં રહેતા દિલીપભાઈ લાલજીભાઈ પરમાર જાતે સતવારા (૨૮) એ અજાણ્ય શખ્સની સામે  ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૪૪૭૧ પાર્ક કરીને મૂક્યુ હતું જે ૬૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતો મહમદહુસેન હમીરભાઈ સુમરા (૩૧) નામનો યુવાન કામ ઉપરથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે વીસીપરામાં આવેલ હનુમાનજીના મંદિર પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર આપ્યા બાદ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News