હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી ગામે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા


SHARE









માળીયા (મી)ના ચીખલી ગામે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે પાણીના અવાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૯૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના ચીખલી ગામે આવેલ પાણીના અવાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની માળિયાની તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની વેડ કરી હતી ત્યારે નારણભાઈ લાલજીભાઈ દસાડીયા જાતે પટેલ (૫૫), રમેશભાઈ પરસોત્તમભાઈ સીતાપરા જાતે કોળી (૫૬) અને બાબુભાઈ ડુંગરભાઇ વિડજા જાતે પટેલ (૫૫) રહે. બધા નવા સુલતાનપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૪,૫૦૦ ની રોકડ અને ૫૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૯,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરીને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતો નિલેશ આંબારામ કોરડીયા (૪૭) નામનો યુવાન મોરબીની વાવડી ચોકડી પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે બાઈકમાંથી નીચે પડી જતાં તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News