મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના કીશનગઢ ગામની સીમમાંથી દારૂ-બીયરની ૧૧,૦૫૨ બોટલોના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE













મોરબીના કીશનગઢ ગામની સીમમાંથી દારૂ-બીયરની ૧૧,૦૫૨ બોટલોના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબી તાલુકાના સોખડા ગામ પાસે આવેલ કિશનગઢ ગામે થોડા સમયે પહેલાં દારૂ અંગે મોટી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ટ્રકમાં ભરેલ વિદેશીદારૂ-બીયરની ૧૧,૦૫૨ બોટલો કિંમત રૂા.૧૩,૨૩,૬૦૦ તથા ટ્રક મળી કુલ રૂા.૨૦,૨૩,૬૦૦ ના મુદામાલ સાથે ટ્રક નંબર જીજે ૭  ઝેડ ૭૫૨૪ ના ચાલક મદન અજુદી કન્હેદી વિશ્વકર્મા જાતે મીસ્ત્રી (ઉમર ૩૬) ધંધો ડ્રાઇવીંગ રહે. ધીરાજ ગામ જેરથ તા.બટીગડ જી.દોહ મધ્ય પ્રદેશને પકડેલ જે ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી નયનભાઇ રાયકભાઇ બળદા જાતે ગઢવી રહે. સોખડા તા.જી.મોરબીનુ નામ તપાસ દરમ્યાન ખુલ્યુ હતુ

જે આરોપી નયન ગઢવીની તપાસ કરતા આરોપી છેલ્લા છએક મહીનાથી નાસતો ફરતો હતો દરમિયાનમાં ફરાર આરોપી નયન ગઢવી હાલે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ઉભેલ હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કોડના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળતા એલસીબી પીઆઇ ઢોલની સુચનાથી સ્ટાફના સુરેશભાઇ હુંબલ સાથે પોલીસ ટીમને ઉપરોકત સ્થળે તપાસ અર્થે મોકલતા ફરાર આરોપી નયનભાઇ રાયકાભાઇ બળદા જાતે ગઢવી (ઉ.વ.૩૧) રહે.સોખડા તા.જી.મોરબી વાળો રાજકોટની ગ્રીન લેન્ડચોકડી ખાતેથી મળી આવતા મોરબી તાલુકા પોલીસ મથકના ઉપરોકત દારૂના ગુનામાં તેને હસ્તગત કરીને કાર્યવાહી માટે નયન ગઢવીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરાયો હતો.

આરોપીને હળવદ પોલીસે પકડયો

હળવદના ઇનચાર્જ પીઆઇ વી.પી.ગોલના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના કે.એમ.સોલગામા તથા સાથેના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.દરમ્યાનમાં ગંભીરસિંહ ચૌહાણ તથા બીપીનભાઈ પરમારને બાતમી મળી ગતી કે, હળવદ પંચમુખી ઢોરામાં વિસ્તારમાં અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશને નોંધાયેલ ચોરીના ગુનામાં ફરાક આરોપી ભાવેશ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયા રહે.પંચમુખી ઢોરો ટેલીફોન એક્સ્ચેન્જની પાસે હળવદ તા.હળવદ જી.મોરબી વાળો તેના ઘરે હાજર છે તેથી રેડ કરી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનને સોંપવા આવ્યો હતો.






Latest News