હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં વાગ્દતા સાથે ફોનમાં વાત કરતાં અણબનાવ થવાથી યુવાને મોત મીઠું કર્યું


SHARE









મોરબીમાં વાગ્દતા સાથે ફોનમાં વાત કરતાં અણબનાવ થવાથી યુવાને મોત મીઠું કર્યું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા યુવાનની સગાઈ થઈ ગયેલ હતી અને તે તેની વાગ્દતા સાથે ફોનમાં વાત કરતો હતો તેવામાં બંને વચ્ચે અણબનાવ થતાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં કોયો સિરામિક નામના કારખાનામાં મજૂરી કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો સંજયભાઈ તેજારામ નાયક (૨૬) નામનો યુવાન પોતાના લેબર કવર્ટારમાં હતો ત્યારે ત્યાં તેણે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાન સંજયભાઈ નાયકની સગાઈ થઈ ગઈ હતી અને તે તેની વાગ્દતા સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો દરમિયાન કોઈ બાબતે બંને વચ્ચે અણબનાવ થતા તેને લાગી આવ્યું હતું જેથી કરીને આ યુવાને આપઘાત કરી દીધેલ છે તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી છે




Latest News