મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલના દારૂની મહેફિલ કાંડમાં વિભાગીય નિયામકે સરકારમાં કર્યો ધગધગતો રિપોર્ટ


SHARE













વાંકાનેર સિવિલના દારૂની મહેફિલ કાંડમાં વિભાગીય નિયામકે સરકારમાં કર્યો ધગધગતો રિપોર્ટ

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દારૂની મેહફીલ ચાલુ હોવાની માહિતી હતી જેના આધારે સ્થાનિક પત્રકારોની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી અને ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળો નશાની હાલતમાં હતા અને સિવિલ અધિક્ષકની ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તે બંને સામે ગુનો પણ નોંધાયો હતો ત્યારે બાદ વિભાગીય નિયામકે મોરબી સિવિલના અધિક્ષક પાસેથી તપાસનો અહેવાલ મંગાવ્યો હતો જેના આધારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળા સામે રાજ્ય સરકારમાં ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

મોરબી જિલ્લાની વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ દાજીભાઈ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ ભીખાલાલ રાઠોડ રહે. બંને સરકારી હોસ્પિટલ વાળાની સામે વાંકાનેરના પત્રકાર શાહરૂખ અહેમદભાઈ ચૌહાણએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાનિક પોલીસ કર્મચારીઓને સાથે રાખીને રેડ કરી હતી ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ રાઠોડ નશાની હાલતમાં મળી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ પરમારની ઓફિસમાં રાખવામાં આવેલ કબાટમાંથી ગ્રેવિટી ગ્રીન એપલ ફ્લાવરડ વોડકાની અડધી બોટલ મળી આવી હતી જેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળાની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો

ત્યાર બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી હતી અને મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પાસેથી પ્રાથમિક અહેવાલ માંગવામાં આવ્યો હતો જે વિભાગીય નિયામકને આપી દેવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી જેથી કરીને આ બાબતે વિભાગીય નિયામક ડો. ચેતન મહેતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં જે ઘટના સામે આવી છે તેને લઈને પ્રાથમિક અહેવાલ માંગવામાં આવ્યો હતો જેમાં વાંકાનેર સિવિલના અધિક્ષક ડો. હરપાલસિંહ દાજીભાઈ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ ભીખાલાલ રાઠોડ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવેલ છે જેથી કરીને આ અંગેનો રિપોર્ટ હાલમાં રાજ્યના આરોગ્ય વિભાગમાં કરી દેવામાં આવ્યો છે એટ્લે કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલના કાંડ મુદે સરકારમાં ધગધગતો રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે હવે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના ઉપર સહુની નજર મંડાયેલ છે






Latest News