મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં વિપ્ર સગીરાને બહેન-ભત્રીજીને ઉપાડી જવાની ધમકી આપી વિધર્મી યુવાનને આચર્યું દુષ્કર્મ 


SHARE









મોરબીમાં વિપ્ર સગીરાને બહેન-ભત્રીજીને ઉપાડી જવાની ધમકી આપી વિધર્મી યુવાનને આચર્યું દુષ્કર્મ 

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની સગીર વયની દીકરી અભ્યાસ કરવા જતી હતી ત્યારે શાળાની આસપાસ આંટા મારીને યુવાન દ્વારા તેણીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને બાદમાં તેણીની નાની બહેન તથા ભત્રીજીને ઉઠાવી જવાની ધમકી તેમજ પોતાના હાથમાં બ્લેડના છેકા મારી લેવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાની માતાએ હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

મોરબી નજીકના ગામડામાં રહેતા વિપ્ર પરિવારની સગીરવયની દીકરી ધોરણ આઠમાં અભ્યાસ કરતી હોય શાળાએ જતી હતી તે દરમિયાન તેની શાળાની આસપાસ વિઘર્મી યુવાન દ્વારા તેણીનો પીછો કરવામાં આવતો હતો અને સગીરાના ભોળપણાનો લાભ લઇ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સગીરાને વિધર્મી યુવાન પોતાના વીસીપરામાં આવેલા રહેણાક મકાને લઈ જવામાં આવી હતી અને ત્યાં સગીરાને તેની નાની બહેન અને ભત્રીજીને ઉપાડી જવાની ધમકીઓ આપીને તેમજ ઈમોશનલ બ્લેકમેલ કરીને જાતે જ પોતાના હાથે બ્લેડ વડે છેકા મારી લેવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી હાલ ભોગ બનેલ સગીરાની માતાએ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બિલાલ આદમભાઈ માણેક નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવતા હાલમાં એ ડિવિઝન પીઆઈ એચ.એ. જાડેજા દ્વારા બિલાલ માણેક નામના શખ્સની સામે કલમ ૩૬૩, ૩૭૬  અને પોકસોની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News