હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં વાડીના મકાનમાં જુગાર રમતા આઠ શખ્સો ૫.૦૫ લાખની રોકડ સાથે ઝડપાયા


SHARE









વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા હતા જેથી એલસીબીની ટીમે રોકડા રૂપીયા ૫,૦૫,૨૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને વીંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મોરબી જીલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, તેજશકુમાર વીડજા ભરતભાઇ જીલરીયાને હકીકત મળેલ હતી કે, મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા રહે. રંગપર તાલુકો મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળી સમઘેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેથી ત્યા રેડ કરતા જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા હતા જેથી પોલીસે રોકડ રૂ.૫,૦૫,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે હાલમાં જે આરોપીની પકડવામાં આવેલ આરોપીમાં મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા, કનુભાઇ નકુભાઇ ખાચર, પ્રવિણભાઇ વાલજીભાઇ કુંનતીયા, મોમભાઇ નાથાભાઇ ડાભી, દાનાભાઇ બીજલભાઇ ડાભી, સંજયભાઇ લીંબાભાઇ બાબુતર, મુકેશભાઇ બાબુભાઇ ઉડેસા અને દિલીપભાઇ દેવશીભાઇ ખીમાણીયાનો સમાવાશ થાય છે




Latest News