મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

મોરબી શહેરમાંથી ૧૪ બાઈકની ચોરી કરનાર શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો, ૩.૧૨ લાખનો મુદામાલ કબજે


SHARE







મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓ બનતી હતી અને બાઇક ચોરીના ગુના પણ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયા હતા દરમિયાન બાઈક ચોરીના આ ગુનામાં સંડોવાયેલા શખ્સને પકડવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે મળી આવેલ શખ્સ પાસે જે બાઈક હતું તેની પોકેટ કોપ એપ્લિકેશનથી સર્ચ કરવામાં આવતા તે બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની હવે પૂછપરછ કરતા તેની પાસેથી એક કે બે નહીં પરંતુ ૧૪ ચોરાઉ બાઈક મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૩.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં ધડાધડ બાઈક ચોરીના ગુના નોંધાયા હતા જેથી કરીને બાઇક ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સ પોલીસના હાથમાં હોવાની ચર્ચાઓ થઈ રહી હતી દરમિયાન મળતી વિગત મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ રાજદીપસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા અને હિતેશભાઈ ચાવડાને મળેલ બાતમી આધારે મોરબીમાં મકરાણીવાસથી આગળના ભાગમાં નદીના કાંઠે રામઘાટ પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને નીકળેલા શખ્સને રોકીને તેની પાસે જે બાઈક હતું તેના કાગડો માંગતા તેણે ગલાતલા કર્યા હતા જેથી કરીને પોકેટકોપ એપ્લિકેશનના માધ્યમથી તે બાઈક અંગેની વિગત મેળવતા તે બાઇક ચોરઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે બાઈક સાથે ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેણે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ૧૪ બાઇકની ચોરી કરી હતી અને તે તમામ બાઈકની રિકવરી હાલમાં એ ડિવિઝન પોલિસી ટીમ દ્વારા કરવામાં આવી છે અને ૩.૧૨ લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે






Latest News