ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

તંત્રના પાપે મોરબીના કારખાનામાં લાગેલ આગમાં ૪૦૦થી વધુ પેપરની ગાંસડી સ્વાહા: હવે ક્યારે જાગશે સરકાર ?


SHARE













મોરબીના લીલાપર ગામ પાસે આવેલ સોમનાથ પેપર મિલમાં વિકરાળ આગ લાગી છે જેથી તેને કાબુમાં લેવા માટે ચાર વાગ્યાથી કવાયત ચાલુ છે તો પણ રાતે નવ વાગ્યા સુધી આઆગ બેકાબુ છે અને હાલમાં સોમનાથ પેપર મીલના કમ્પાઉન્ડમાં પડેલ વેસ્ટ પેપરની ૪૦૦થી વઘુ ગાંસડી આગની ઝપેટમાં આવી ગયેલ છે અને આ આગને કાબુમાં લેવા માટે હાલમાં મોરબી નગરપાલિકાના બે અને રાજકોટના બે આમ કુલ ચાર ફાયર ફાયટર સ્થળ ઉપર છે અને આખી રાત પાણીનો મારો કરવો પડે તેવો ઘાટ હાલમાં દેખાઇ રહેલ છે અને આ આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં લાખોનું નુકસાન થશે તે નિશ્ચિત છે


મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ અને પેપર મિલનો ઉદ્યોગ આવેલ છે અને તેમાં લાખો લોકોને રોજગારી મળી રહે છે તેમ છતાં પણ આ ઔદ્યોગિક એકમોની અંદર આગ અકસ્માતની ઘટના બને ત્યારે તાત્કાલિક તેને કંટ્રોલ કરી શકાય તેવી કોઈ વ્યવસ્થા મોરબી જિલ્લામાં નથી જે દુઃખદ બાબત કહેવાય આ માટે થઈને અગાઉ અનેક વખત મોરબી સિરામિક એસોસિયેશન, મોરબી પેપરમીલ એસોસિયેશન અને અન્ય એસોસિએશનનો દ્વારા સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને અગાઉ જ્યારે વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામ પાસે પેપરમીલમાં આગ લાગી હતી અને ૧૦૦ કરોડથી વધુને નુકસાન ઉદ્યોગકારને થયું હતું ત્યારે પણ મોરબીની આસપાસમાં અધ્યતન ફાયરની સુવિધા સાથેનું ફાયર સ્ટેશન આપવા માટેની માંગ ઉઠી હતી

જોકે હજુ સુધી ફાયર સ્ટેશન આપવાની વાત તો દૂર રહી પરંતુ તેને મંજૂર પણ કરવામાં આવ્યું નથી. જેથી કરીને મોરબીની આસપાસના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આગ અકસ્માતની ઘટના બને ત્યારે મોરબીના ઉદ્યોગકારોને લાખો કે કરોડો રૂપિયાની નુકસાની સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આજની વાત કરીએ તો મોરબીના લીલાપર ગામ પાસે આવેલ સોમનાથ પેપરમીલમાં બપોરના ચારેક વાગ્યાથી આગ લાગવાની ઘટના બની છે અને ફાયર બ્રિગેડની ટીમને મોરબીને જાણ કરતા તાત્કાલિક ફાયરની એક ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી જોકે આગ વિકરાળ હોવાથી મોરબીના વધુ એક ફાયર ફાઈટરને સ્થળ ઉપર બોલવામાં આવ્યું હતું તેમજ રાજકોટ થી બે ફાયર ફાયટરને બોલવામાં આવ્યા છે

આમ કુલ મળીને ચાર ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવા માટે થઈને સતત પાણીનો માળો ચલાવવામાં આવી રહ્યો છે જોકે, રાતના ૯ વાગ્યા સુધી હજુ આગ બેકાબૂ હોવાનું અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે અને લગભગ આખી રાત પાણીનો મારો સતત ચાલુ રાખવામાં આવશે તો પણ આગ કંટ્રોલમાં આવશે કે કેમ તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે સોમનાથ પેપર મિલના કમ્પાઉન્ડની અંદર પડેલી પેપર વેસ્ટની ૪૦૦થી વધુ ગાંસડીઓ હાલમાં આગની જપેટમાં આવી ગઈ છે અને ઉદ્યોગકારને લાખો રૂપિયાનું નુકસાન આગ લાગવાના કારણે થશે તે નિશ્ચિત છ ત્યારે આ ઘટનામાંથી બોધ લઈને સરકાર દ્વારા મોરબીને અધ્યતન ફાયર સ્ટેશન આપવા માટેની કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય બતાવશે






Latest News