ટંકારામાં માલધારીને હડફેટે લઈને મોત નિપજાવનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીની સોમનાથ પેપર મિલમાં લાગેલ આગે ૧૭ કલાક પછી પણ બેકાબૂ: સરકારની બેદરકારીથી મોટું નુકશાન
SHARE
મોરબીની સોમનાથ પેપર મિલમાં લાગેલ આગે ૧૭ કલાક પછી પણ બેકાબૂ: સરકારની બેદરકારીથી મોટું નુકશાન
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ સોમનાથ પેપર મિલમાં વિકરાળ આગ લાગી છે જેથી તેને કાબુમાં લેવા માટે ચાર વાગ્યાથી કવાયત ચાલુ છે તો પણ આજે સવારના નવ વાગ્યા સુધી આ આગ બેકાબુ છે અને હાલમાં સોમનાથ પેપર મીલના કમ્પાઉન્ડમાં પડેલ વેસ્ટ પેપરની ૪૦૦થી વઘુ ગાંસડી આગની ઝપેટમાં આવી ગયેલ છે અને આ આગને કાબુમાં લેવા માટે હાલમાં મોરબી નગરપાલિકાના બે અને રાજકોટના ત્રણ આમ કુલ ચાર ફાયર ફાયટર સ્થળ ઉપર છે અને આખી રાત પાણીનો મારો કરવામાં આવ્યો હતો તો પણ હજુ સાંજ સુધીમાં માંડ માંડ આગ કાબુમાં આવે તેવી શક્યતા છે જો મોરબીમાં સ્થાનિક લેવલે જ ફાયરની અધ્યતન સુવિધા હોય તો આગ વહેલા કાબુમાં આવી ગઈ હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, સુવિધા નથી તેના માટે સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકારની બેદરકારીના લીધે ઉદ્યોગકારને મોટું નુકશાન થયું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી
મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ અને પેપર મિલનો ઉદ્યોગ આવેલ છે અને તેમાં લાખો લોકોને રોજગારી મળી રહે છે તેમ છતાં પણ આ ઔદ્યોગિક એકમોની અંદર આગ અકસ્માતની ઘટના બને ત્યારે તાત્કાલિક તેને કંટ્રોલ કરી શકાય તેવી કોઈ વ્યવસ્થા મોરબી જિલ્લામાં નથી જે દુઃખદ બાબત કહેવાય આ માટે થઈને અગાઉ અનેક વખત મોરબી સિરામિક એસોસિયેશન, મોરબી પેપરમીલ એસોસિયેશન અને અન્ય એસોસિએશનનો દ્વારા સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને અગાઉ જ્યારે વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામ પાસે પેપરમીલમાં આગ લાગી હતી અને ૧૦૦ કરોડથી વધુને નુકસાન ઉદ્યોગકારને થયું હતું ત્યારે પણ મોરબીની આસપાસમાં અધ્યતન ફાયરની સુવિધા સાથેનું ફાયર સ્ટેશન આપવા માટેની માંગ ઉઠી હતી
જોકે હજુ સુધી ફાયર સ્ટેશન આપવાની વાત તો દૂર રહી પરંતુ તેને મંજૂર પણ કરવામાં આવ્યું નથી. જેથી કરીને મોરબીની આસપાસના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આગ અકસ્માતની ઘટના બને ત્યારે મોરબીના ઉદ્યોગકારોને લાખો કે કરોડો રૂપિયાની નુકસાની સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આજની વાત કરીએ તો મોરબીના લીલાપર ગામ પાસે આવેલ સોમનાથ પેપરમીલમાં બપોરના ચારેક વાગ્યાથી આગ લાગવાની ઘટના બની છે અને ફાયર બ્રિગેડની ટીમને મોરબીને જાણ કરતા તાત્કાલિક ફાયરની એક ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી જોકે આગ વિકરાળ હોવાથી મોરબીના વધુ એક ફાયર ફાઈટરને સ્થળ ઉપર બોલવામાં આવ્યું હતું તેમજ રાજકોટથી ત્રણ ફાયર ફાયટરને સ્થળ ઉપર બોલાવીને આગ કાબુમાં લેવા માટે છેલ્લી ૧૭ કલાકથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે જો કે, હજુ પણ આગ બેકાબૂ હોવાની માહિતી સામે આવી રહી છે
અત્રે ઉલેખનીય છે કે, છેલ્લી ૧૭ કલાકથી પાંચ ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવા માટે થઈને સતત પાણીનો માળો ચલાવવામાં આવી રહ્યો છે તો પણ આજે સવારે ૯ વાગ્યા સુધી હજુ આગ બેકાબૂ હોવાનું અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે અને લગભગ આજે મોડી સાંજ સુધીમાં માંડ માંડ આ આગ કાબુમાં આવે તેવી શ્ક્યતા છે જેથી કરીને જે ગાંસદીમાં આગ લાગી છે ત્યાં સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવી રહ્યો છે હાલમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે સોમનાથ પેપર મિલના કમ્પાઉન્ડની અંદર પડેલી પેપર વેસ્ટની ૪૦૦થી વધુ ગાંસડીઓ હાલમાં આગની જપેટમાં આવી ગઈ છે અને ઉદ્યોગકારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે જો કે, આ ઘટનામાંથી સરકાર દ્વારા બોધ લઈને અહીના જુદાજુદા એસો. દ્વારા જે માંગણી કરવામાં આવી રહી છે તે મુજબનું મોરબીને અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે