ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી! હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક અકસ્માત સર્જાયેલ બે ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં પત્નીની નજર સામે પતિનું મોત


SHARE









વાંકાનેર નજીક અકસ્માત સર્જાયેલ બે ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં પત્નીની નજર સામે પતિનું મોત

વાંકાનેરના જોધપર ખારી ગામ પાસે અકસ્માત સર્જાયેલ ટ્રકની પાછળના ભાગમાં ડબલ સવારી બાઇક અથડાયું હતું જેથી બાઇક ચાલકને ગંભીર ઈજા થતાં તેની પત્નીની નજર સામે જ તેના પતિનું મોત નીપજ્યું હતું જે બનાવ બાદ ટ્રક ચાલકે હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ તમિલનાડુના રહેવાસી મારિયા સેલવાસ સુંદરરાજ થેવર (૨૪) નામના યુવાને બંધ પડેલા ટ્રક નંબર જીજે ૧૦ બીએલ ૭૩૦૩ ના ચાલક ગુંડુભાઇ નાનુભાઈ ડામોર રહે. એમપી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક આવેલ જોધપર ખારી ગામ પાસે આરોપીનો ટ્રક રોડ સાઈડમાં બંધ પડ્યો હતો જેની સાથે ફરિયાદીનો ટ્રક નંબર ટીએમ ૫૨ જે ૫૫૭૬ પાછળના ભાગે ઠાઠામાં અથડાયો હતો જેથી કરીને બે વાહન વચ્ચે અકસ્માત થયો હતો તેવામાં પાછળથી આવી રહેલ ડબલ સવારી બાઈક ફરિયાદીના ટ્રકની પાછળ અથડાતા બાઈક ચાલક યુવાનને કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જોકે, બાઈકમાં બેઠેલ તેના પત્ની લલિતાબેન ઉર્ફે નનિતા (૨૬) ને માથામાં ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને અકસ્માતના આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ ટ્રકના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસે બંધ પડેલા ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News