મોરબીમાં અદ્યતન ફાયરસ્ટેશન બનાવવાની વારંવારની માંગ પછી પણ આજે ઉદ્યોગકારો-નગરજનો લાચાર !
વાંકાનેર નજીક બે યુવાન ઉપર તોતિંગ ટ્રક ચડાવી એકનું મોત નિપજાવનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
વાંકાનેર નજીક બે યુવાન ઉપર તોતિંગ ટ્રક ચડાવી એકનું મોત નિપજાવનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરથી બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર ચંદ્રપુર નજીક ત્રણ દિવસ પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલકે એક્ટિવાને હડફેએ લેતા એક યુવાન ટ્રકના પાછળના જોટામાં આવી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતુ અને એક યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો હાલમાં મૃતક યુવાનના પિતા દ્વારા ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના ચંદ્રપુર પાસે ગેલેક્સી પાર્ક-૧ માં રહેતા મહમદભાઈ ઉર્ફે મહમદભાઈ અલાઉદ્દીનભાઈ સેરસિયા જાતે મોમીન (૫૨)એ ટ્રક નંબર એમએચ ૨૪ એયુ ૬૮૪૩ ના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર શહેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આવતી મુબિન ઓટો મોબાઇલની સામેના ભાગમાં ચંદ્રપુર નજીકથી તેનો દીકરો શબ્બીર (૧૬) અને તેનો મિત્ર અવેશ ઈદ્રીશભાઈ બાદી રહે. ચંદ્રપુર વાળા એકટીવા નંબર જીજે ૩ એચએન ૩૦૫૪ લઈને જઈ રહયા હતા ત્યારે ટ્રક ચાલકે એકટીવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીનો દીકરો સબ્બીર ટ્રકના ડાબી સાઇડના પાછળના જોટામાં આવી જતા પેટ અને છાતિના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જોકે, અવેશ ટ્રકના આગળના જોટામાં આવી જતા બંને પગમાં ગંભીર ઈજા થતાં તેને સારવારમાં લઈને ગયા હતા અને અકસ્માત કરનાર ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી મૃત્યુ પામેલા યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
હળવદ તાલુકાના ટીકર ગામે રજપૂત વાસ પાસે જાહેરમાં વરલી જુગાર રમવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે અનવરભાઈ ઉર્ફે મુન્નો બાબાભાઈ રાજા જાતે સંધિ (૩૮) રહે. ટીકર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૨૦૦ ની રોકડ કબજે કરવામાં આવી છે.
દેશી દારૂ
હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા પ્રભુભાઈ મનુભાઈ ખાંભડીયાના કબજા ભોગવતા વાળી વાડીમાં દારૂનો જથ્થાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર રાખો મળી આવતા પોલીસે ૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી પ્રભુભાઈ મનુભાઈ ખાંભડીયા જાતે કોળી રહે સુંદરગઢ વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.