હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં યોજાયેલ ગુજરાત સ્ટેમ  ક્વિઝ-૨૦૨૩ માં ૧૨,૫૦૦ વિદ્યાથીઓએ ભાગ લીધો


SHARE









મોરબી જીલ્લામાં યોજાયેલ ગુજરાત સ્ટેમ  ક્વિઝ-૨૦૨૩ માં ૧૨,૫૦૦ વિદ્યાથીઓએ ભાગ લીધો 

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર  પ્રેરિત  "આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા જીલ્લાકક્ષા ની  "ગુજરાત સ્ટેમ  ક્વિઝ-૨૦૨૩" નું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં S=સાયન્સ,T= ટેકનોલોજી, M= મેથેમેટીક્સ અને E= એન્જિનિયરિંગ વિષયનાં પ્રશ્નોનાં જવાબ આપવાના હતા અને તેમાં બે કરોડનાં ઈનામો રાખવામા આવ્યા હતા આ સ્પર્ધામાં ધો ૯ થી ૧૨ નાં વિધાર્થીઓએ ભાગ લીધેલ હતી અને આ સ્પર્ધા માટે પહેલા ભાગ લેનારા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું મોરબી જીલ્લાનાં ૧૨૫૦૦ થી વધુ વિધાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મોરબી ટંકારા, વાંકાનેર, હળવદ તથા માળીયા (મિ) નાં વિધાર્થીઓનો સમાવેશ થાય છે ગુજરાત સ્ટેમ ક્વિઝ-૨૩ ની સફળતા માટે દરેક સ્કૂલનાં આચાર્ય, સંચાલક, શિક્ષકમિત્રો તથા વાલીઓ તરફથી સહકાર મળ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિપેનભાઈ ભટ્ટ તથા તેની ટીમના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવું ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબી જીલ્લોના એલ.એમ.ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. LOK VIGYAN




Latest News