મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથે બોલાચાલી થતાં ફિનાઇલ પી જતાં મહિલા સારવારમાં


SHARE







મોરબીમાં પતિ સાથે બોલાચાલી થતાં ફિનાઇલ પી જતાં મહિલા સારવારમાં

MORBI : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થયેલ હતી જેની કરીને મહિલાને લાગી આવતા તેને પોતાની જાતે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી સોનલબેન રમેશભાઈ પરમાર (૨૮) નામની મહિલા ફીનાઇલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા લાગી આવતા મહિલાએ ફિનાઈલ પી લીધું હોય તેને સારવાર માટે લઈ આવ્યા હતા.

અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ ગિરનારી આશ્રમ પાસેથી મહેન્દ્રનગર ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતો બળદેવભાઈ જીવરાજભાઈ સોલંકી (૩૪) નામનો યુવાન રાત્રે ૧૨ વાગ્યે પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બળદેવભાઈ સોલંકીને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે પાવર હાઉસ નજીકથી માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા રામજીભાઈ પુંજાભાઈ મુછડીયા (૪૮) પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં રામજીભાઈ મુછડીયાને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News