હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી નજીક સીરામીક કારખાનાના મશીનમાં હાથ આવી જતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









 

મોરબી નજીક સીરામીક કારખાનાના મશીનમાં હાથ આવી જતા ઇજા પામેલા યુવાનનું મોત

MORBI: મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જતા ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે વિરાટનગર નજીક સોલેન્ટા સીરામીક (ciramik) કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ઈસુભાઈ શાંતિયાભાઈ રાઠવા (૩૫) નામનો યુવાન યુનિટમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેનો જમણો હાથ મશીનમાં આવી જતા તેને ગંભીરતા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને ૧૦૮ મારફતે સારવારમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત થયું હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા
મોરબી જિલ્લામાં આવેલ રાણેકપર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને મોરબીના મકનસર ગામ પાસે આવેલ ભક્તિનગર-૨ માં રહેતો પીન્ટુકુમાર ઠાકોર (૩૦) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે રાજ હોટલ સામેના ભાગમાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં પીન્ટુકુમાર ઠાકોરને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News