હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા-સિટીમાં ડિટેઇન કરવામાં આવેલા વાહનોનો નિકાલ કરવા કવાયત


SHARE









વાંકાનેર તાલુકા-સિટીમાં ડિટેઇન કરવામાં આવેલા વાહનોનો નિકાલ કરવા કવાયત

વાંકાનેર તાલુકા અને સિટીમાં છેલ્લા સમયગાળામાં મોટર વ્હીકલ એક્ટ અને જી.પી. એક્ટ ડિટેઇન કરેલા વાહનોનો નિકાલ કરવાનો છે જેથી કરીને તેના માલિકોએ ત્રણ માહિનામાં અરજી કરવાની રહેશે અને જો અરજી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તમામ મુદામાલ સરકારમા ખાલસા કરવામા આવશે

વાંકાનેર તાલુકા
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ અન્વયે ૪૧ અને જી.પી. એક્ટ ૮૨(૨) અન્વયે ૩ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ વાંકાનેરની કોર્ટ, મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. આ બિનવારસી મુદામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદામાલ સરકારમા ખાલસા કરવામા આવશે તેવું એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ યુ.વી. કાનાણીની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર સીટી
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર C.R.P.C.-૧૦૨ અન્વયે ૫ અને મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ અન્વયે ૨૧ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે. જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે વાંકાનેર કોર્ટ, મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. તેવું એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ યુ.વી. કાનાણીની યાદીમાં જણાવાયું છે.




Latest News