હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા હિન્દુ-મુસ્લિમ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન


SHARE









મોરબી હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા હિન્દુ-મુસ્લિમ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

મોરબી હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા સમયાંતરે હિન્દુ અને મુસ્લિમ દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી મે માહિનામાં ૫૧ હિન્દુ અને ૫૧ મુસ્લિમ સમુહ લગ્નનું ઝાઝરમાં આયોજન (મહમદશા શાહમદાર દ્વારા) કરવામાં આવ્યું છે

મોરબીમાં આ વર્ષ પણ હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ૨૩ માં સમૂહ લગ્ન તા. ૨૮/૫/૨૦૨૩ ને રવિવારના રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે અને તેના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જે હિંદુ અને મુસ્લિમ સમાજના પરિવારોને આ સમૂહ લગ્નમાં જોડાવું હોય તેમણે બપોરે ૨ વાગ્યાથી રાત્રી ના ૮ વાગ્યા સુધીમાં ઈકબાલભાઈ રાઠોડ (૭૯૯૦૪ ૮૯૬૦૦) હાજી અહેમદહુશેન બાપુની ઓફીસ સીપાઈવાસ સીદીકી મસ્જીદ પાસે મોરબી, મહેશભાઈ (૯૮૭૯૩ ૧૦૫૯૫) હોટલ ડિલક્સ કે.બી. બેકરીની બાજુમાં નહેરૂ ગેઈટ પાસે મોરબી, બીમલભાઈ (૮૦૦૦૦ ૦૦૧૮૧) એર વોઇસ, ગ્રીનચોક મોરબી, બચુભાઈ ચાનીયા (૯૮૨૫૬ ૪૫૮૪૪) ચાનીયા ઓટો ગેરેજ અયોધ્યાપુરી મેઈન રોડ મોરબી અને મનસુરી હુશેન મામદભાઈ (૯૭૨૭૧ ૦૪૫૬૧) હાજી અહેમદ હુશેન બાપુની ઓફીસ, સીપાઈવાસ મોરબી ખાતે સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News