હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના કારખાનેદાર સાથે રાજકોટના શખ્સે કરી ૧૦.૩૮ લાખની છેતરપિંડી


SHARE









મોરબીના કારખાનેદાર સાથે રાજકોટના શખ્સે કરી ૧૦.૩૮ લાખની છેતરપિંડી

મોરબી તાલુકાના બગથળા ગામ પાસે ટેક્સા પ્લાસ્ટવુડ નામનું કારખાનું ધરાવતા યુવાને રાજકોટના લોધિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ હરી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા શખ્સ પાસેથી પીવીસી પ્લાસ્ટિકની સીટ બનાવવા પાવડરની ખરીદીનો ઓર્ડર આપ્યો હતો અને તેના માટે થઈને ૧૦,૩૮,૪૦૦ રૂપિયા આપ્યા હતા જો કે, ઓર્ડર મુજબનો માલ ન આપીને તથા પૈસા પાછા ન આપીને યુવાનની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે આરડીસી બેંકવાળી શેરીમાં રહેતો અને બગથળાથી માણેકવાડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટેક્સા પ્લાસ્ટવુડ નામનું કારખાનું ધરાવતા ગૌરવભાઈ ગોપાલભાઈ ઠોરિયા જાતે પટેલ (૨૪) એ હાલમાં રાજકોટના લોધિકા ઇન્ડસ્ટ્રીયલ રાવકી આર.એસ.એન પ્લોટ નંબર ૨૩, સબ પ્લોટ નંબર ૨૩/૧ ખાતે હરી એન્ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવતા પરાગકુમાર માધાભાઈ ભંડેરી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત ફેબ્રુઆરી મહિનાની ૨૮ તારીખે તેને આરોપી પાસેથી પીવીસી પ્લાસ્ટિકની સીટ બનાવવા પાવડરનો ૧૦,૩૮,૪૦૦ નો ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર મુજબનો માલ આરોપીએ મોકલાવ્યો ન હતો તેમજ પૈસા પાછા આપ્યા ન હતા જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News