મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને ઉલ્ટી થયા બાદ સારવાર દરમ્યાન મોત


SHARE









મોરબીમાં યુવાનને ઉલ્ટી થયા બાદ સારવાર દરમ્યાન મોત

મોરબીના નવી-જુની પીપળી ગામ પાસે આવેલ રવિપાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને ઉલ્ટી થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર લઈને આવ્યા હતા જેથી તેને વેન્ટિલેટર ઉપર રાખવામા આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી ફરજ ઉપરના ડોક્ટરે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવી-જુની પીપળી ગામ પાસે આવેલ રવિપાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઇ ખીમજીભાઇ પરમાર (૨૨) ઘરે હતા ત્યારે તેને ઉલ્ટી થવાથી તેને સારવાર માટે તેની માતા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં આ યુવાનને વેન્ટિલેટર ઉપર રાખવામા આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી સિવિલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇલેક્ટ્રીક શૉટ લાગતા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો રસુલ મોહમ્મદહુસેન સધવાણી (૪૫) નામનો યુવાન મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર નજીક કામગીરી કરી રહ્યો હતો દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગતા તે ૧૦ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી યુવાનને ઇજા થવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની આગળથી વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના જસમતગઢ ગામથી પાવળીયારી ગામ તરફ જવાના રસ્તા ઉપર ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈક સ્લીપ થઈ જવાના કારણે રમેશભાઈ પરસોત્તમભાઈ સુરાણી (૪૫) અને યોગેશભાઈ રમેશભાઈ સુરાણી (૩૧) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને બંને વ્યક્તિને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળથી કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.






Latest News