હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

માળીયા મિંયાણા અને હરીપરની વચ્ચે ટ્રક નહીં અટકાવનાર ટ્રક ચાલકને આંતરીને છરી વડે હુમલો..!


SHARE







માળીયા મિંયાણા અને હરીપરની વચ્ચે ટ્રક નહીં અટકાવનાર ટ્રક ચાલકને આંતરીને છરી વડે હુમલો..!

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલ માળિયા અને હરીપર ગામની વચ્ચે બ્રિજ ઉપરથી ટ્રક લઈને પસાર થતા ડ્રાઇવરને આંતરિને તેના ઉપર છરી વડે હુમલો કરાયો હોય ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે માળિયા(મિં.) પોલીસને જાણ કરાતા માળિયા પોલીસે બનાવ અંગે નોંધ કરી હતી અને આગળની તપાસ ચલાવી રહી છે.

વધુમાં માળિયા પોલીસ સ્ટેશનના ગીરીશભાઈ મારૂણીયા અને કનુભા ગઢવી પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ વિદ્યાનગર સોસાયટીમાં રહેતા યોગેન્દ્રસિંહ શ્રીમંનસિંહ યાદવ નામના ૩૩ વર્ષના ડ્રાઇવર ઉપર છરી વડે હુમલો કરાયો હોય તેને સારવાર માટે મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો જ્યાંથી જાણ થતા પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે જાણ કરતાં હાલ માળિયા પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યુ હતું કે, યોગેન્દ્રસિંહ શ્રીમનસિંહ યાદવ નામનો ૩૩ વર્ષનો યુવાન માળીયાના હરીપર અને માળિયા વચ્ચે આવેલ બ્રિજ પાસેથી ટ્રક લઈને જતો હતો ત્યારે ડબલ સવારી બાઇક લઈને ત્યા ઉભલા બે અજાણ્યા શખ્સોએ તેને ટ્રક અટકાવવા માટે કહ્યું હતું અને બે પૈકીના એક ઇસમને ટ્રકમાં બેસાડવો હતો જોકે અજાણ્યા ઈસમો હોવાના લીધે યોગેન્દ્રસિંહે પોતાનો ટ્રક રોક્યો ન હતો.જેથી કરીને બાઈક આગળ કરીને ટ્રક રોકાવ્યા બાદ ટ્રકમાંથી ઉતરેલા યોગેન્દ્રસિંહ નામના ડ્રાઇવરનૂ ઉપર અજાણ્યા ઇસમની દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં યોગેન્દ્રસિંહને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.હાલ ઉપરોક્ત બનાવ સંદર્ભે માળીયા પોલીસ મથકના ગિરીશભાઈ મારૂણીયા તપાસ ચલાવી રહ્યા છે અત્રે નોંધનીય છે કે જિલ્લામાં છાસવારે છરી હલાવી તેમજ જીવલેણ મારામારીના બનાવો વધી રહ્યા છે જે જીલ્લામાં પોલીસની ઓસરી રહેલ ધાકની ચાડી ખાઇ છે.જેના ઉપર પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવે તે જરૂરી બન્યુ છે.કારણ કે આવા જ કોઈ બનાવમાં કોઈનો જીવ જાય તો જવાબદારી કોની..?

બાળક સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃતપાર્ક વિસ્તારમાં રહેતો હરદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા નામનો સાત વર્ષનો બાળક બાઇકની પાછળ બેસીને જતો હતો ત્યારે સાંજના સાડા આઠેક વાગ્યાના અરસામાં તેનુ બાઈક સેન્ટમેરી ફાટકની પાસે સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં હારદિપસિંહ ઝાલાને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ઓમ ઓર્થોપેડીકે ખસેડવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં યુવાનનને ઇજા

મોરબીના સામાકાંઠે એલઇ કોલેજના રસ્તે આવેલા અગ્નેશ્વર મહાદેવના મંદિરની સામે ઝૂંપડામાં રહેતા ભરત ભવનભાઈ ગાંગડીયા નામના ૩૨ વર્ષના યુવાનને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી હાલ બનાવને પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.






Latest News