હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાળલગ્ન અટકાવવા તંત્ર દ્વારા કવાયત


SHARE









મોરબી જિલ્લામાં બાળલગ્ન અટકાવવા તંત્ર દ્વારા કવાયત

આગામી તા.૨૨ એપ્રિલે બહોળી સંખ્યામાં લગ્નો યોજાનાર છે, જેથી બાળ લગ્નો થવાની શક્યતા રહે છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત સ્ત્રી બાળકના ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પહેલા અને પુરુષ બાળકના ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામા આવે તો તેવા લગ્ન, આ અધિનિયમ મુજબ બાળ લગ્ન ગણાય છે અને આવા લગ્ન કરાવવા એ ગુનાપાત્ર છે.

જો કોઈ વ્યક્તિ આવા બાળલગ્ન કરાવે, સંચાલન કરે, સુચના આપે, પ્રોત્સાહન આપે અથવા મદદગારી કરે, કે ભાગ લે, તે અધિનિયમની કલમ ૯,૧૦ અને ૧૧ (૧), (ર) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧ લાખ સુધીનો દંડ થઇ શકે છે. જેથી મોરબી જિલ્લામાં આપના વિસ્તાર શહેર, ગામ,કે ફળીયામા, જો કોઇ બાળ લગ્નનુ આયોજન કરેલ હોય, કે બાળલગ્ન કરતા હોય, તો આપ જાહેર જનતા તે અંગેની માહિતી આપના નજીકના પોલીસ સ્ટેશન પર, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮, મહિલા હેલ્પ લાઈન ૧૮૧ તથા બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં ૫/૯, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, સો ઓરડી સામે, મોરબી, ફોન નં ૦૨૮૨૨ ૨૪૨૫૩૩ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં ૩૧ /૩૨, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, સો ઓરડી સામે, મોરબી, ફોન નં -૦૨૮૨૨ ૨૪૦૦૯૮ ખાતે બાળ લગ્ન અંગેની માહિતી આપવા અનુરોધ કરાયો છે. બાળ લગ્ન થવાના છે તેવી માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામા આવશે તેમ મોરબી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરશીયાની યાદીમાં જણાવાયું છે.




Latest News