હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

સબંધોની હત્યા!: લગ્ન માટે જમા કરેલ રૂપિયા પિતાએ બીજાને આપી દેતા દીકરાએ પિતાનું ઢીમ ઢાળી દીધૂ


SHARE









સબંધોની હત્યા!: લગ્ન માટે જમા કરેલ રૂપિયા પિતાએ બીજાને આપી દેતા દીકરાએ પિતાનું ઢીમ ઢાળી દીધૂ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા વાઘગઢ ગામે હત્યા કરીને જમીનમાં દાટી દેવામાં આવેલ આધેડની લાશ મળી હતી જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનાનો ભેદ ઉકેલાતા એવું ચોકાવનારું કારણ સામે આવ્યું છે કે, દીકરાએ પોતાના લગ્ન માટે જમા કરેલ રૂપિયા પિતાએ અન્ય વ્યક્તિને આપી દીધા હતા જેથી કરીને દીકરાએ તેના પિતાને માથામાં કુહાડીનો ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી

મોરબી જીલ્લામાં છેલ્લા મહિનાઓમાં ઘણા સમાજ માટે લાલબતી સમાન કહી શકાય તેવા બનાવો સામે આવ્યા છે તેની સહી હજુ સુકાઈ નથી ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામ આવેલ વાડીની બાજુમાં જમીનમાં દાટી દેવામાં આવેલ પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધેલ હાલતમાં મળી આવી હતી જેની તપાસમાં મૃતક વ્યક્તિ હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરા (62) હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની બોડીનું ફોરેન્સિક પીએમ કરાવતા મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને મૃતક વ્યક્તિ જેની વાડીએ કામ કરતો હતો તે વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે અને આ ગુનામાં મૃતકના દીકરા પપ્પુ હીરાભાઈ ડાવરાએ જ હત્યા કરી હોવાની સામે આવતા ટંકારા પોલીસે તેની ધરપકડ કરેલ છે

ટંકારના વાઘગઢ ગામે જે હત્યા કરવામાં આવી તેમાં પકડાયેલા આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે હત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે જેમાં પોલીસે જણાવ્યુ છે કે, આરોપી પપ્પુ તેના લગ્ન માટે રૂપિયા જમા કરતો હતો તે રૂપિયા તેના પિતા હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરાએ બીજાને આપી દીધા હતા જે બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી ત્યારે આરોપીને તેના પિતાના લાકડી વડે માર માર્યો હતો જેથી ઉશ્કેરાટમાં આવીને તેના પિતાને માથામાં કુહાડીનો એક ઘા મારી દીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને કોઈને ખબર ન પડે તે માટે તેને પોતાના પિતાની લાશને ખાડો ખોદીને વાડીની બાજુમાં આવેલ વોંકળામાં દાટી દીધી હતી જો કે, જનાવરે મૃત વ્યક્તિના શરીરને બહાર કાઢીને ફાડી ખાતા હત્યાનો મામલો સામે આવ્યો હતો

રૂપિયાના લીધે ઘણા પરિવારો બરબાદ થયા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે આ કિસ્સામાં પણ દીકરાએ લગ્ન માટે એકત્રિત કરેલા રૂપિયા તેના પિતાએ બીજાને આપી દીધા હાટ જે બાબતનો ખાર રાખીને તેના પિતાની યુવાને રૂપિયાના ઝઘડામાં હત્યા કરી નાખેલ છે જેથી કરીને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને ઘરના મોભીની હત્યા થઈ ગયેલ હોવાથી આ પરિવારનો માળો વેરવિખેર થઈ ગયો છે




Latest News