હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મુકાઇ


SHARE









ટંકારાના હડમતિયા ગામે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મુકાઇ

 "મેલેરિયા મુક્ત ગુજરાત" અભિયાનને સાર્થક કરવા ટંકારા તાલુકાના હડમતીયા ગામની સ્કૂલોની આજુબાજુના તળાવોમાં ગપ્પી માછલી મુકવામાં આવી હતી. મોરબી જિલ્લા મેલેરિયા અધિકારી ડો. બાવરવા, લજાઈ પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર ભાસ્કર વિરસોડીયા, ટંકારા તાલુકાનાં તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે,  આગામી દિવસોમાં રોગચાળો ન વકરે તે માટે ગામના  ખુલ્લા જળાશયોમાં પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવશે. જેના અનુસંધાને લજાઈ પીએચસી મેલેરિયા સુપરવાઈઝર મનસુખભાઈ મસોત, હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં ઈસ્માઈલ એ. કડીવાર, તાલુકા સુપરવાઈઝર હિતેશ પટેલ, સજજનપર સાહિલ બાદી દ્વારા ટીમ બનાવી લજાઈ પીએચસી હેઠળ આવતા તમામ ખુલ્લા જળાશયો, ખાબોચીયામાં, ખેત તલાવડાઓ તેમજ ઘરના ટાંકાઓમાં દવાઓ નાખવામાં આવી રહી છે. ગુજરાત સરકારનાં "મલેરીયા મુક્ત અભિયાન" ને સફળ બનાવવા સહભાગી બનવા અપીલ કરી હતી




Latest News