મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી: પતિએ થોડા દિવસો પછી કપડાં લેવા જવાનું કહેતા પરણીતાએ ભર્યું આવું પગલું..!


SHARE







મોરબી: પતિએ થોડા દિવસો પછી કપડાં લેવા જવાનું કહેતા પરણીતાએ ભર્યું આવું પગલું..!

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતી પરણીતાને કપડાની ખરીદી કરવા માટે મોરબી આવવું હતું જો કે, તેના પતિએ થોડા દિવસો પછી જવાનું કહ્યું હતું જેથી લાગી આવતા પરણીતાએ પોતાની જાતે ફીનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામે રહેતા જયદીપભાઇ સનુરાના પત્ની કાજલબેન (૨૦)એ પોતાની જાતે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બગડા અને તેના રાઇટર વિજયભાઈ સવસેટા દ્વારા કરવામાં આવી હતી જેથી તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, કાજલબેનને કપડાની ખરીદી કરવા માટે મોરબી જવું હતું જોકે, જયદીપભાઇને કારખાનામાંથી રજા મળે તેમ ન હોવાથી થોડા દિવસો પછી કપડાની ખરીદી કરવા માટે જવાનું કહ્યું હતું જેથી કરીને તેને લાગી આવતાં તેને પોતાની જાતે ફિનાઇલ પી લીધું હતું. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્નગાળો એક વર્ષનો છે અને પોલીસે આ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાને દવા પીધી

મોરબી તાલુકાના ગીડ ગામે રહેતા લાલાભાઇ ઘેલાભાઈ પાંચિયા (૨૩) નામના યુવાને પોતાની જાતે કોઈ દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અન ત્યાથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News