મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) હળવદ હાઇવે ઉપર આવેલ જીકે હોટલમાં યુવાને અંતિમ પગલું ભરતા સારવારમાં


SHARE













માળીયા (મી) હળવદ હાઇવે ઉપર આવેલ જીકે હોટલમાં યુવાને અંતિમ પગલું ભરતા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના હળવદ રોડ ઉપર આવેલ જીકે હોટલમાં યુવાને આપઘાત કરવા માટે પોતાના ગળા ઉપર છરી વડે છેકો મારી લીધો હતો જેથી તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેની તપાસમાં યુવાને તેની વાગ્દતા તેની સાથે ફોનમાં વાત ન કરતા લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરાખંડનો રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં માળિયા હળવદ હાઇવે ઉપર આવેલ જીકે હોટલ ખાતે રહેતા અને કામ કરતાં ડિકરસિંઘ ગોજીયા (૨૨) નામના યુવાને પોતાના ગળા ઉપર છરી વડે આપઘાત કરવાના ઇરાદે છેકો મારી લીધો હતો જેથી તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આપઘાતના પ્રયાસના આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ આ બનાવની માળિયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી આ બનાવની આગળની તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના ગીરીશભાઈ મારુણીયા કરી રહ્યા  છે ત્યારે તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, આપઘાતનો પ્રયાસ કરનાર ડિકરસિંઘ ગોજીયાની સગાઈ જે યુવતી સાથે થઈ હતી તે તેની સાથે ફોન ઉપર વાત ન કરતા તેને લાગી આવ્યું હોય તેને પોતાની જાતે પોતાના ગળા ઉપર છરી વડે ઇજા કરી લીધી હતી હાલમાં પોલીસે યુવાનના નિવેદન આધારે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવી જુની પીપળી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ બૌદ્ધનગરમાં રહેતા બળદેવ જીવરાજ સોલંકી (૩૪) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News