હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે મોરબીમાં: ભાજપના આગેવાનો, હોદેદારો સાથે યોજાશે પાંચ બેઠક


SHARE









મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે મોરબીમાં: ભાજપના આગેવાનો, હોદેદારો સાથે યોજાશે પાંચ બેઠક

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં જુદાજુદા જીલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે કાલે મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સાથે જુદીજુદી પાંચ બેઠક યોજાશે

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજી દેથરીયા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, સરકારના ૧૦૦ દિવસ પુરા થયા છે ત્યારે ભાજપ સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય છે અને તેના જ ભાગ રૂપે કાલે તા ૨૧ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે અને સવારે ૧૦ વાગ્યે તેઓ હેલિકોપ્ટરમાં હેલિપેડ ખાતે આવશે ત્યાંથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે જુદાજુદા પાંચ બેઠક રાખવામા આવી છે જેમાં ભાજપના કાર્યકર્તાઓ, જન પ્રતિનિધિ, પરિવાર ક્ષેત્રે, જિલ્લા સંકલન અને વહીવટી તંત્ર સાથે ચર્ચા કરશે અને મોરબી જિલ્લાના પ્રશ્નો, સમસ્યાઓની માહિતી લઈને પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરશે




Latest News