મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માતાએ ઠપકો દેતા સગીરાએ ફિનાઇલ ગટગટાવ્યું


SHARE













મોરબીમાં માતાએ ઠપકો દેતા સગીરાએ ફિનાઇલ ગટગટાવ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતી સગીરાએ ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી અને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે તપાસ કરતાં એવી માહિતી સામે આવી છે કે, સગીરાને તેની માતાએ કામ બાબતે ઠપકો દેતા તે વાતનું મનમાં લાગી આવતા તેને આ પગલું ભરી લીધું હતું.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતી સંગીતા રમેશભાઈ સાંતોલા નામની ૧૬ વર્ષની સગીરા તેના ઘરે ફિનાઈલ પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલ દ્વારા આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સગીરાના પિતાએ એવું જણાવ્યુ હતું કે, સંગીતાને તેની માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો જે વાતનું મનમાં લાગી આવતા તેણે ફિનાઇલ પી લીધું હતું

અકસ્માતમા ઇજા
મોરબીના સનાળા ગામ પાસે આગળ જતા ટ્રકની પાછળ આઇસર ટ્રક અથડાયો હતો જેથી કરીને ટ્રક ચાલક મોહમ્મદ રફીકભાઈ ખુરશીદ (૨૫) રહે. હરિયાણા વાળાને ઇજા થઈ હતી જેથી કરીને તેને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ પાસેથી છાયાબેન દિલીપભાઈ રાવ (૪૦) રહે. કૃષ્ણનગર વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક વાળાએ તેઓને લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તેઓને જમણા પગમાં ફ્રેક્ચર થયું હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી
હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા જીગ્નેશ ધીરાભાઈ રાઠવા જાતે આદિવાસી (૨૬) નામના યુવાને વાડીએ હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News