મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીક ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લઈને મહિલાનું મોત નિપજાવવાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE













 

મોરબી નજીક ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લઈને મહિલાનું મોત નિપજાવવાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના જાંબુડીયા ગામ પાસેના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો ત્યારે ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા યુવાન અને તેની માતાને ઇજા થઈ હતી અને બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા દરમ્યાન મહિલાનું મોત નીપજયું હતું જેથી મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસર ખાતે રહેતા હરેશભાઈ જયંતીભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (૨૦) એ ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૮૫૮૮ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, તેનો ભાઈ પ્રકાશ તેના બાઈક નંબર જીજે ૩ એઆર ૮૦૬૭ ઉપર તેમના માતા જયાબેનને બેસાડીને મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર આવેલ ડમ્પરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના ભાઈ પ્રકાશભાઈ અને માતા જયાબેન જયંતીભાઈ કુંઢીયાને ઇજાઓ થઈ હતી અને સારવાર દરમ્યાન જયાબેનનું મોત નીપજયું હતું જે ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ. બાગડા અને તેના રાઇટર વાસુદેવભાઈ સોનાગ્રા દ્વારા ડમ્પર ચાલક ધનેશ્વર કાનજીભાઇ ભાગોડા (૩૫) રહે. મોરથરા તાલુકો થાન વાળાની ધરપકડ કરેલ છે

ઝેરી દવા પીધી
થાન તાલુકાના ખાખરાથળ ગામે રહેતા રઘુભાઈ જીવણભાઈ રોજાસરા (૨૨) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીમાં મણીમંદિર પાસેથી એકટીવા લઈને ચાંદનીબેન ચેતનભાઇ રાધનપરા (૩૭) નામની મહિલા એક્ટિવા લઈને જતી હતી ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ચાંદનીબેનને ઇજાઓ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી આવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી કેનાલ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દિનેશભાઈ કિશનભાઇ નીનામા (૩૪) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ કરી રહી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના એસપી રોડ ઉપર આવેલ પટેલ પાન પાસે રહેતો રોશન અંગતભાઈ બિસ્ટ (૧૯) નામનો યુવાન સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે સાયકલ ઉપરથી નીચે પટકાતા તેને ઈજા થઈ હતી જેથી કરીને રોશનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News