મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવતી તેના પ્રેમી સાથે મળી આવી


SHARE







મોરબીમાંથી ગુમ થયેલ યુવતી તેના પ્રેમી સાથે મળી આવી

મોરબીના સિટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવેલ હતી કે મૂળ હળવદના કીડી ગામની વતની અને હાલ મોરબીની ખાનગી હોસ્પિટલમાં કામકાજ કરતી યુવતી ગુમ થઈ ગયેલ છે જે અંગે ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવી હતી દરમ્યાનમાં ખુલ્યું હતું કે યુવતી તેના પ્રેમી સાથે ચાલી ગઈ હતી..!

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના કીડી ગામના વતની દેવજીભાઈ જેરામભાઈ ચાવડા નામના ૫૦ વર્ષના આધેડે પોલીસ મથકે આવી જાહેરાત કરી હતી કે તેમની પુત્રી હર્ષાબેન દેવજીભાઈ ચાવડા (ઉમર ૨૨) મૂળ રહે.કીડી હાલ રહે.મોરબી શનાળા રોડ ક્રિષ્ના હોસ્પિટલ વાળી ગત તા.૧૨-૪ ના સવારે નવેક વાગ્યાના અરસામાં કોઈને કંઈપણ કહ્યા વગર ગુમ થઈ ગઈ છે જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે ગુમ થયેલા હર્ષાબેન દેવજીભાઈ ચાવડાને તેઓ જ્યારે ધોરણ ૮ માં અભ્યાસ કરતા હતા ત્યારથી તેમના ગામના ભાવેશ હરિદાસ પરમાર (૨૮) નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતો જેથી તે પોતાની જાતે ક્રિષ્ના હોસ્પિટલ ખાતેથી ચાલ્યા ગયા હતા અને બાદમાં જુદીજુદી જગ્યાઓએ તેના પ્રેમી ભાવેશ સાથે રોકાયા હતા અને બાદમાં પોલીસમાં હાજર થતા તેઓનું ઉપરોકત નિવેદન નોંધીને પોલીસે આ અંગે આગળની ધટતી કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા કમળાબેન લાભુભાઈ વરાણીયા નામના ૬૧ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે તપાસ કરતા ખુલ્યું હતું કે કમળાબેન વરાણીયાને ચક્કર આવતા હોય તેઓ પોતાના પુત્રના બાઈકમાં બેસીને દવાખાને બતાવવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાનમાં રસ્તામાં આવેલ બમ્પના લીધે બાઈકનું સંતુલન ન રહેતા તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી ઇજાઓ થવાથી તેમને સારવાર માટે શિવમ હોસ્પિટલે લવાયા હતા.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના કેરાળી ગામે રહેતા દિનેશભાઈ કેશવભાઈ પરેચા (ઉમર ૪૭) નામના યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી મંદિરથી કુબેરનગર વચ્ચે વાહન અકસ્માતમાં ઇજા પહોંચતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલમાંથી યાદી આવતા હાલ સીટી એ ડુવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News