હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં પિતાની હત્યા કરનારા દીકરાને પોલીસે જેલ હવાલે કર્યો


SHARE









ટંકારા તાલુકામાં પિતાની હત્યા કરનારા દીકરાને પોલીસે જેલ હવાલે કર્યો

ટંકારા તાલુકામાં આવતા વાઘગઢ ગામે પિતાની હત્યા કરીને દીકરાએ તેની લાશને જમીનમાં દાટી દીધી હતી જો કે, જનવારોએ લાશને બહાર કાઢતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આ ગુનામાં પોલીસે મૃતકના દીકરાની ધરપકડ કરી હતી અને હાલમાં તે આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામ આવેલ વાડીની બાજુમાં જમીનમાં દાટી દેવામાં આવેલ પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધેલ હાલતમાં મળી આવી હતી જેની તપાસમાં મૃતક વ્યક્તિ હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરા (૬૨) હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની બોડીનું ફોરેન્સિક પીએમ કરાવતા મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને મૃતક વ્યક્તિ જેની વાડીએ કામ કરતો હતો તે વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે અને આ ગુનામાં મૃતકના દીકરા પપ્પુ હીરાભાઈ ડાવરાએ જ હત્યા કરી હોવાની સામે આવતા ટંકારા પોલીસે તેની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે આરોપીને કોર્ટના હુકમ મુજબ મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News