મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા સુજલ ભટ્ટને શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ


SHARE







મોરબીમાં રહેતા સુજલ ભટ્ટને શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ

મોરબીના બેલા ગામ પાસે આવેલ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના ખોખરા હનુમાન આશ્રમમાં સંસ્કૃત પાઠશાળા આવેલ છે તેમાં અભ્યાસ કરતાં સુજલ પરેશભાઈ ભટ્ટ નામના વિદ્યાર્થીને શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ એટલુ જ નહિ તે શ્લોકને સ્પષ્ટ સંસ્કૃતમાં ઉચ્ચારો સાથે આરોહ અવરોહમાં લય સાથે બોલે છે એટ્લે કે ૭૦૦ શ્લોક ચડતા કે ઉતરતા ક્રમમાં બોલી શકે છે

૨૦૨૩માં ધો. ૧૨ની સંસ્કૃત માધ્યમમાં પરીક્ષા આપનાર સુજલ પરેશભાઈ ભટ્ટ જે સુરત ખાતે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં શાસ્ત્રો કંઠસ્થ વિભાગમાં ભાગ લીધેલ હતો જેમાં તેનો સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવેલ હતો. આ સ્પર્ધામાં અન્ય વિભાગો પણ હતા. હાલમાં સુજલ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના ખોખરા હનુમાન આશ્રમમાં આવેલ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરે છે તેની આ પ્રતિભાને પ્રેરણા આપવામાં સંસ્કૃત પાઠશાળાના ગુરુજીની મહત્વની ભૂમિકા છે. અત્રે ઉલેખનીય છે કે, સુજલને સંસ્કૃતિ અને શાસ્ત્રો પર ગૌરવ છે આજના તેના જેવડા યુવાનો ફેશન અને મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. ત્યારે સુજલ શાસ્ત્રો, સંસ્કૃતિની વાતો કરે છે અને સૌથી વધારે આશ્ચર્યએ વાતનું થાય કે સુજલ ભારતીય પ્રાચીન પરંપરાને જીવંત રાખતા પોષક ધોતી અને ઝભ્ભો પહેરે છે અને તેનું તેને ગૌરવ છે. અને કનકેશ્વરી દેવીજીના માર્ગદર્શન હેઠળ તેમની સંસ્કૃત પાઠશાળા ભારતીય સંસ્કૃતિને ખુબ ફેલાવશે અને સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી જે વિધાર્થી પ્રતિભા ખીલશે તે નુતન ભારતની રચના કરશે જેમાં દેવભાષા સંસ્કૃત અને આપણા જે શસ્ત્રો અગ્રેજો,અમેરિકાનો, જર્મનો અભ્યાસ કરીને અવનવી શોધો કરે છે તે ભારતમાં થશે અને વિશ્વની એક માત્ર જીવિત પ્રાચીન સંસ્કૃતિ પુનઃ જાગૃત થઇ સમગ્ર વિશ્વ પર વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે નુતન વિશ્વની રચના કરશે. તેમ સંજયભાઈ વિરડીયાની યાદીમાં જણાવાયું છે.






Latest News