હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામે વાડીએ પાણી પીવા આવેલા યુવાનને ગાળો આપીને કુહાડીથી માર માર્યો


SHARE









વાંકાનેરના રાજાવડલા ગામે વાડીએ પાણી પીવા આવેલા યુવાનને ગાળો આપીને કુહાડીથી માર માર્યો

વાંકાનેર નજીક રાજાવડલા ગામની સીમમાં આવેલ વાડીએ પાણી પીવા માટે યુવાન ગયો હતો ત્યારે ત્યાં વાડીના માલિક દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી કરીને યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને કુહાડી વડે યુવાનને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ રાજા વડલા ગામની સીમમાં ગાંડુભાઈ દેવશીભાઈ ગમારાની વાડી આવેલ છે ત્યાં રાજાવડલા ગામે રહેતો લાલાભાઇ સામતભાઈ ગમારા જાતે ભરવાડ (૨૫) નામનો યુવાન પાણી પીવા માટે ગયો હતો ત્યારે આરોપી ગાંડુભાઈ દેવશીભાઈ ગમારાએ તેને ગાળો આપી હતી જેથી કરીને લાલાભાઇએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને ગાંડુભાઈ ગમારાએ તેના હાથમાં રહેલ કુવાડી વડે લાલાભાઇ ગમારાને માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ અંગે લાલાભાઇ સામતભાઈ ગમારાએ ગાંડુભાઈ દેવશીભાઈ ગમારા રહે. નવા રાજાવડલા વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News