મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની ડાન્સર શ્રુતિ વ્યાસનો નીલકંઠ વિદ્યાલયમાં સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીની ડાન્સર શ્રુતિ વ્યાસનો નીલકંઠ વિદ્યાલયમાં સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં રહેતી અને ડાન્સને સમર્પિત શ્રુતિ વ્યાસ તાજેતરમાં યોજાયેલ ઇન્ડિયાસ ડાન્સ આઈડલના કાર્યક્રમમાં ફર્સ્ટઅપ રહી છે જેથી કરીને મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતુભાઈ વરસોલા અને શ્રુતિ વ્યાસના પરિવાર દ્વારા તેના સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન અને હિમ્સન ફિલ્મના પ્રોડક્શનના પ્રમુખ લાલજીભાઈ મહેતા, નારાયણ સેવા સંસ્થાનના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, ડો. જયેશભાઈ પટેલ, શોભનાબા ઝાલા, મયુરીબેન કોટેચા, મહેશભાઈ ભટ્ટ, રામભાઈ મહેતા, દેવેનભાઈ રબારી સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને અભ્યાસની સાથોસાથ ડાન્સ ક્ષેત્રે પણ કાઠું કાઢીને ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારત ભરમાં મોરબીનું નામ ગુંજતું કરનાર શ્રુતિ વ્યાસને આગેવાનો સહિતનાઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં તે ડાન્સ ક્ષેત્રમાં વધુને વધુ આગળ વધે તેવી સહુ કોઈએ તેને શુભકામનાઓ પાઠવી હતી




Latest News