મોરબીના કલસટર-4 માં સફાઈ સહિતના કમની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટ લેતા દૂધ લેવા જતા આધેડનું મોત


SHARE















મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટ લેતા દૂધ લેવા જતા આધેડનું મોત

મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વહેલી સવારે દૂધનો ધંધો કરતા આધેડ લક્ષ્મીનગર ગામે દૂધ લેવા માટે જતા હતા ત્યારે તેઓના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ પટેલ આધેડનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું હાલ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડીને અકસ્માત કરીને ભાગી છુટેલા વાહન ચાલકને પકડવા માટે આગળની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રહેતા અને દૂધનો ધંધો કરતા કિરણભાઈ નરસીભાઈ ભોજાણી જાતે પટેલ નામના ૫૦ વર્ષના આધેડ વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં તેઓના ઘરેથી તેઓ દૂધનો ધંધો કરતા હોય દૂધ લેવા માટે લક્ષ્મીનગર ગામ બાજુ જતા હતા ત્યારે લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે માળિયા હાઇવે ઉપર આવેલ બસ સ્ટેશન નજીક તેઓના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું.જે બનાવમાં શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કિરણભાઈ નરસીભાઈ ભોજાણી નામના ૫૦ વર્ષના પટેલ આધેડનું મોત નુપજયુ હતું.બનાવને પગલે અનસ્ટોપેબલ વોરીયર ગૃપના રાકેશભાઇ બરાસરાએ જાણ કરતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતના સ્ટાફે પહોંચીને મૃતક કિરણભાઇ ભોજાણીના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડયો હતો અને ત્યારબાદ અકસ્માત સર્જીને ભાગી છુટેલા વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા આગળની કવાયત શરૂ કરવામાં આવેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક કિરણભાઈ ભોજાણી મોરબીની સેવાકીય પ્રવૃતિ તેમજ બ્લડ ડોનેશન માટે જાણીતી એવી અનસ્ટોપેબલ વોરીયર અને યુવા આર્મી ગૃપના  ગ્રુપના સભ્ય હતા.

ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબીના વાવડી ગામ પાસે આવેલ શિવગંગા સોસાયટીમાં રહેતા તરલાબેન મૂળજીભાઈ વાળા નામના ૫૨ વર્ષીય આધેડ મહિલા બીમારી સબબ કોઈ ટીકળા ખાઈ જતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.સારવાર બાદ હોસ્પિટલ સુત્રો તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ નેહલબેન ખડીયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદના કુંભાર દરવાજા રામદેવપીર મંદિર પાસે રહેતા ઘનશ્યામભાઈ પ્રેમજીભાઈ પટેલ નામના ૫૩ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, ઇજાગ્રસ્ત ઘનશ્યામભાઈ પટેલ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે હળવદના સરા નાકા વિસ્તારમાં તેઓના બાઇકની આડે અચાનક કૂતરું ઉતરતા તેઓના બાઈકનું સંતુલન ન રહેતા તેઓ બાઇકમાંથી નીચે પડી ગયા હતા અને તે બનાવમાં ઇજાઓ પામતા ઘનશ્યામભાઈને હાલ અત્રે સારવાર માટે લાવવામાં આવેલા છે.






Latest News