ટંકારા નજીક નદીના કાંઠે જુગાર રમતા બે શખ્સ ૩૧,૪૦૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીના મકનસર પાસે બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE
મોરબીના મકનસર પાસે બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને જે અકસ્માતના બનાવવામાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા શેરી નંબર-૬ માં રહેતો શુકલ શાંતુભાઇ દેવજીભાઈ (૪૦) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે મંદિર નજીકથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકના આડે અચાનક કૂતરું આવ્યું હતું જેથી કરીને બાઈકના સ્ટેરીંગ ઉપરથી યુવાને કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીમાં મણીમંદિર પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસેથી માળીયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા પ્રભાતભાઈ વશરામભાઈ ચાવડા (૪૧) પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઇક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતા રમાબેન રતિલાલ ચાવડા (૬૫) બાઈકમાં પાછળ બેસીને ધર્મ સૃષ્ટિ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રમાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવમાં ઇજા પામેલ વૃદ્ધાને સારવાર આપ્યા બાદ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની સામેના ભાગમાં ચિત્રાનગર સોસાયટીમાં રહેતા સરોજબેન અશોકભાઈ કુંડારીયા (૩૦) બાઈકમાં પાછળના ભાગમાં બેસીને પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થઈ જતા બાઈકમાંથી તેઓ નીચે પટકાયા હતા જેથી ઈજાગ્રસ્ત દરરોજબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે