મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમા કારખાનાના ચોકીદારનું દરવાજો ખોલતા સમયે જ મોત


SHARE









મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમા કારખાનાના ચોકીદારનું દરવાજો ખોલતા સમયે જ મોત

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમા કારખાનનો ચોકીદાર દરવાજો ખોલતા સમયે નીચે પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમા મેટાટેક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતા અને ત્યાં ચોકીદાર તરીકે કામ કરતાં શ્રીહરી બહાદુર પરીપાળ (૪૩) શનિવારે સાંજે ચારેક વાગ્યાના અરસામા ફેક્ટરીનો મેઈન ગેઇટ ખોલવા જતા પડી ગયા હતા જેથી કરીને તેનું મૃત્યુ નીપજ્યું હતું. અને ત્યાર બાદ તેના બોડીને કારખાનેદાર મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

હાર્ટ એટેકથી મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન સિરામિક ફેકટરીમાં કામ કરતા સનાતનભાઈ બાદલભાઈ દલાઈ (૩૩) ગઈકાલે પોતાના રૂમે જમીને બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યાહતા ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News