વાંકાનેરમાં આવેલ ગાયત્રી શકિતપીઠમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો પ્રારંભ
મોરબી જીલ્લામાં સચોટ સમાચારનો પર્યાય બનેલ મોરબી ટુડેની સફળતાના ચાર વર્ષ પૂરા: પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ
SHARE
મોરબી જીલ્લામાં સચોટ સમાચારનો પર્યાય બનેલ મોરબી ટુડેની સફળતાના ચાર વર્ષ પૂરા: પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ
વર્તમાન સમયમાં સમાચારના મધ્યમ તો મોરબીમાં ઘણા છે પરંતુ વિશ્વાસનીય, સચોટ અને ઝડપી સમાચાર માટે આજે પણ જીલ્લામાં લોકો “મોરબી ટુડે” ને પ્રથમ પસંદગી આપે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જીલ્લામાં કોઈપણ જગ્યાએ ઘટના કે દુર્ઘટના બને એટલે તુર્તજ બનાવની માહિતી લોકોને મળી રહે તેના માટે મોરબી ટુડેની ટીમ સતત કાર્યરત રહે છે અને એટલા જ માટે છેલ્લા ચાર વર્ષથી મોરબીના વાંચકો, દર્શકો, આગેવાનો, હોદેદારો, અધિકારીઓ, પદાધિકારીઓ અને વિજ્ઞાપન દાતાઓ મોરબી ટુડે ઉપર અતૂટ વિશ્વાસ મૂકે છે અને આ વિશ્વાસ અમારામાં શ્વાસ છે ત્યાં સુધી નહિ તૂટવા દઈએ તેનો આપ સહુને ભરોસો આપીએ છીએ
સમાચારના આ દરિયામાંથી સારા નહીં પરંતુ સાચા મોતી જેવા સમાચાર તેમજ માહિતી વાંચકો સુધી પહોચાડવાની નેમ સાથે આજથી ચાર વર્ષ પહેલા અખાત્રીજના દિવસથી “મોરબી ટુડે” સમાચારનું મધ્યમ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે અખાત્રીજના દિવસે મોરબી ટુડેના સફળતાના ચાર વર્ષ પૂરા થાય છે અને પાંચમા વર્ષમાં મોરબી ટુડેનો પ્રવેશ થયો છે ત્યારે મોરબી જીલ્લાના લોકોને આગામી સમયમાં પણ હરહમેશની જેમ સચોટ, વિશ્વાસનીય અને ઝડપી સમાચાર આપવા માટે અમારી ટીમ પ્રયત્નશીલ રહેશે
દેવાધી દેવ મહાદેવની કૃપા, વડીલોના આશિર્વાદ તેમજ મિત્રોના સાથ સહકાર અને પ્રોત્સાહનથી પત્રકારત્વના ક્ષેત્રમાં ધીમેધીમે કરતાં મોરબી ટુડેની સફરને આજે ચાર વર્ષ પૂરા થયેલ છે તે દરમ્યાન મોરબી ટુડેના વાંચકો અને વિજ્ઞાપન દાતાઓ તરફથી અભૂતપૂર્વ સાથ સહકાર મળેલ છે અને ન માત્ર આર્થિક ઉપાર્જન પરંતુ લોકોને સાચી માહિતી સમયસર મળે તેવી ભાવના સાથે આજથી ચાર વર્ષ પહેલા તા.૭/૫/૨૦૧૯ ને અખાત્રીજના રોજ પરશુરામ જયંતીના દિવસ મોરબી ટુડે વેબ પોર્ટલ શરૂ કરી હતી અને લોકોના સમયની કિંમત સમજીને આડેધડ તમામ માહિતી સીધી જ ફેંકવાના બદલે લોકઉપયોગી તેમજ લોકોને જાણવા જરૂરી હોય તેવા સમાચાર આપવા માટે અમારી ટીમ ૨૪ કલાક કાર્યરત રહે છે
છેલ્લા ચાર વર્ષમાં મોરબી ટુડેને સુધી માહિતી પહોચાડીને લોકો સુધી સમાચાર આપવામાં મધ્યમ બનેલા અમારા તમામ શુભેચ્છકો, વાંચકો સહિતનાઓના અમે અને અમારી ટીમ કાયમી ઋણી રહીશું કેમ કે, હરિફાઇના યુગમાં અમારા સમાચાર પહેલા લોકો સુધી પહોચે તે માટે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે અમોને અનેક નામી અનામી લોકોએ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ તે તમામ લોકો તરફથી મોરબી ટુડેની ટીમને આવો જ સહકાર આપવામાં આવશે તેવી અમોને પૂરેપુરી અપેક્ષા છે
આજથી ચાર વર્ષ પહેલા જે નીતિમત્તા સાથે મોરબી ટુડે સંસ્થાને શરૂ કરી હતી તેમાં એક ટકાની પણ બાંધછોડ કર્યા વગર મોરબી કે જેને અમોને છેલ્લા વર્ષોમાં ખૂબ જ સહકાર આપેલ છે ત્યારે અમારી ફરજના ભાગરૂપે અમો પણ મોરબીના લોકોની સમસ્યાઓને દૂર કરવા માટેના પ્રયાસોને ચાલુ રાખીશું અને તેમાં આપ સહુના સહકારની જરૂર પડશે છેલ્લા ચાર વર્ષમાં જે રીતે મિત્રો, શુભચિંતકો, ઉદ્યોગકારો, રાજકીય તથા સામાજીક આગેવાનો તેમજ વિજ્ઞાપન દાતાઓએ મોરબી ટુડેને સહકાર આપેલ છે તેથી સવિશેષ સહકાર ભવિષ્યમાં આપના તરફથી મળતો રહેશે તેવો અમોને વિશ્વાસ છે
હાલમાં મોરબી ટુડે વેબ સાઇટમાં સમાચારોને વાંચકો વાંચી શકે છે તેની સાથોસાથ ફેસબુકમાં મોરબી ટુડેનો પેઇજ પણ બનાવેલ છે જેમાં પણ નિયમિત રીતે વિડીયો ન્યૂઝ અમારા દ્વારા અપલોડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી ટુડેની યુટ્યુબ ચેનલ પણ બનાવવામાં આવી છે જેમાં પણ વિડીયો ન્યૂઝ મૂકવામાં આવે છે આમ મોરબી ટુડેના વાંચકો અને દર્શકોને પૂરેપૂરો ન્યાય મળે અને સમયસર સાચા સમાચાર મળતા રહે તેના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જો કે, અમારા દર્શકો, વાંચકો કે પછી વિજ્ઞાપન દાતાઓ તરફથી કોઈ પણ સૂચન હોય તો તે આવકાર્ય છે અને તેને ચોક્કસ ધ્યાનમાં લઈને મોરબી ટુડેની ટીમ આગળ વધશે
હિમાંશુ ભટ્ટ
મો.૯૬૬૨૦ ૩૮૨૯૮
જીગ્નેશ ભટ્ટ
મો. ૯૪૨૭૭ ૨૧૫૪