મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં થયેલ એટ્રોસીટી-ખુની હુમલાના કેસમાં આરોપીઓના જામીન મંજુર


SHARE









મોરબીના રફાળેશ્વરમાં થયેલ એટ્રોસીટી-ખુની હુમલાના કેસમાં આરોપીઓના જામીન મંજુર

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેસ રફાડેશ્વરમાં થયેલ એટ્રોસીટી અને ખુની હુમલાના બનાવમાં આરોપીઓનો કોર્ટમાં જામીન ઉપર છુટકારો થયો હતો.આ કામના આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ હતી કે, ફરીયાદીના મીત્ર સાથે રફાડેશ્વરના યતીશભાઈ સાથે અગાઉ છએક દીવસ પહેલા બોલાચાલી તથા ઝઘડો થયેલ તેનુ સમાધાન કરવા માટે ફરીયાદી તથા સાહેદો જતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી હથીયારો-પથ્થરો તથા છરી વડે ઈજા કરેલ હોય અને ફરીયાદીને ગાળો બોલી જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય.જેથી પ્રકાશભાઈ ભગવાનજીભાઈ તથા ગજેન્દ્રભાઈ રમેશભાઈની ધરપકડ થયેલ તેઓએ મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા જામીન અરજી કરૂ હતી.

આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે.આરોપી કુટુંબ કબીલાવાળા માણસો છે.આરોપી વિરુદધ રાગદ્વેષ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે.આરોપીઓએ આ કામના ફરીયાદીને માર મારેલ હોય કે જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી.આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી.આરોપીને પ્રી-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે.તેમજ સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને જામીન ઉપર મુકત કરવા દલીલો કરેલ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.આરોપી તરફે સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, ગુજરાત હાઈકોર્ટના યુવાન એડવોકેટ સાવનભાઈ મોઘરીયા રોકાયેલ હતા.




Latest News