રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ત્રિમંદિર સામે ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને અંતીમ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ


SHARE









મોરબીના નવલખી રોડ ત્રિમંદિર સામે ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને અંતીમ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ

મોરબીના નવલખી રોડ ઉપર જેપુર ગામની પાસે આવેલા ત્રિમંદિર સામે ટ્રેન હડફેટે ચડી જતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરતા યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકીને અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે.


મોરબીના નવલખી રોડ જેપુર ગામની પાસે આવેલા ત્રિમંદિર સામે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ આવી જતા યુવકનું મોત થયું હોવાની ધટના બાબતે રેલ્વે સ્ટેશન માસ્તર વિજેન્દ્રકુમાર બનવારીલાલે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફના મનીષભાઈ બારૈયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને મૃતકનું નામ કરનકુમાર હોવાનું સામે આવ્યું હતું અને બનાવ અંગે વધુમાં તપાસ હાથ ધરતા કોઈ કારણોસર કરનકુમાર (ઉંમર ૩૦) એ ટ્રેન હેઠળ પડતુ મૂકીને જીવનનો અંત આણ્યો હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું હતું.

બાઈક સ્લીપ થતાં ઇજા

મોરબીના શનાળા રોડ શ્રદ્ધા હાઇટસ્ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની પાસે રહેતા ચંદ્રેશભાઇ વસંતભાઈ શુક્લ નામના ૪૮ વર્ષના આધેડ મોરબીના શનાળા રોડ સત્યમ પાન પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં બાઈક પલ્ટી મારી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા જેથી બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.

બે યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાંઉભાજી નજીક રોડ ઉપરના બમ્પના લીધે બાઇક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો. જે બનાવવામાં રાહુલ લહેરગર અપારનાથી (ઉંમર ૩૧) રહે.ઉમા ટાઉનશીપ પાસે સામાકાંઠે મોરબી-૨ અને ધવલગિરી રાજેશગીરી મેઘનાથી (ઉમર ૩૦) રહે.પાંડવા ગામ જી.ગીર સોમનાથ વાળાઓને ઇજા થતા અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News