રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

પોલિસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં પ્રેમ પ્રકરણમાં વિપ્ર યુવાનની હત્યા થઈ હોવાનો ધડાકો, જુના બસ સ્ટેશન નજીક છરીના ઘા ઝીકીને ત્રણ શખ્સો ફરાર


SHARE









પોલિસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં પ્રેમ પ્રકરણમાં વિપ્ર યુવાનની હત્યા થઈ હોવાનો ધડાકો, જુના બસ સ્ટેશન નજીક છરીના ઘા ઝીકીને ત્રણ શખ્સો ફરાર

મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં અજાણ્યા બે શખ્સોએ છરીના ઘા ઝીકીને યુવાનની હત્યા કરી નાખી હતી જેથી મૃતકના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મૃતક યુવાન સાથે રહેલા તેના મિત્રએ તેના નાના ભાઈને જાણ કરી હતી જેથી કરીને તેઓ હોસ્પિટલે આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયો હતો હાલમાં મૃતક યુવાનની માતાએ પ્રેમ પ્રકરણનો ખાર રાખીને બે શખ્સોએ તેના દીકરાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.જોકે હાલમાં મોરબીમાં જે રીતે ગુનાખોરીએ માથું ઉચક્યું છે તે જોતાં પોલિસની ઓસરતી જતી ધાક ચિંતાનો વિષય બની રહ્યો છે અને દરેક જગ્યાએ આ મુદો જ ચર્ચતો જોવા મળી રહ્યો છે.

જાણવા મળતી મહિતી મુજબ મોરબીની જાની શેરીમાં રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ (૩૨) નામના યુવાનને મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં અજાણ્યા બે શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી અને અને તેની હત્યા કરીને બે અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા જેથી કરીને હત્યાના બનાવ સમયે મૃતક યુવાનની સાથે રહેલ તેના મિત્ર હિરેન સોલંકી રહે. ચકિયા હનુમાન મંદિર વાળાએ મૃતક યુવાનના ભાઈને ફોનથી બનાવની જાણ કરી હતી અને તેના પરિવારજનોને મોરબી સિવિલે બોલાવ્યા હતા હાલમાં આ બનાવમાં મૃતક યુવાનની માતા ચંદ્રિકાબેન જગદીશભાઇ ભટ્ટ (૭૦) ની ફરિયાદ લઈને પોલીસે મહિપતસિંહ વાઘેલા અને રણજીતસિંહ વાઘેલા તેમજ અજાણ્યા એક શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો દીકરો કાપડની દુકાનમાં કામ કરતો હતો અને ગઈકાલે બપોરે તે જમવા માટે આવ્યો હતો ત્યારે તેને કહ્યું હતું કે, અગાઉ આપણાં ઘર પાસે રહેતા રણજીતસિંહ વાઘેલા અને મહિપતસિંહ વાઘેલા પ્રેમ પ્રકરણ બાબતે મારી સાથે માથાકૂટ કરવાના છે દરમ્યાન સાતે સવા અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદીના દીકરા હિરેનનો તેના નાના ભાઈ રવિના મોબાઇલમાં ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મહિપતસિંહ અને બીજો અકે માણસ મારી સાથે ખોડિયાર પાન પાસે માથાકૂટ કરવા માટે આવેલ છે ત્યાં ઘરે કોઈ આવેલ નથી ને ? ત્યારે રવિએ કહ્યું હતું કે અહિયાં કોઈ આવ્યું નથી ત્યાર બાદ હિરેનના મિત્ર હિરેન સોલંકીનો ફોન આવ્યો હતો કે તેના ભાઈને છરી મારીને બે અજાણ્યા શખ્સો નાશી ગયા છે તેમ સિવિલે આવો જેથી ફરિયાદી તેના નાના દીકરા સાથે હોસ્પિટલે આવ્યા હતા જો કે, ત્યાં હિરેન મૃત હાલતમાં હતો જેથી કરીને મૃતકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે, મોરબી શહેરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખુની હુમલા, મારામારી, દુષ્કર્મ, ચોરી વગેરે જેવી ઘટનાઓએ છેલ્લા થોડા સમયથી માજા મૂકી હોય મોરબી શહેર યુપી-બિહારના પંથે હોય તેવું દેખાઈ રહ્યું છે અને પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભા થાય તેમા શંકાને કોઇ સ્થાન નથી




Latest News