ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતો અને રો-મટીરીયલનો ધંધો કરતો યુવાન ગુમ


SHARE







મોરબીમાં રહેતો અને રો-મટીરીયલનો ધંધો કરતો યુવાન ગુમ

મોરબીના રવાપર રોડ ઉપર રહેતો અને મૂળ કેરાળા ગામનો વતની યુવાન મોરબીમાં રહીને રો-મટીરીયલનો ધંધો કરતો હતો અને દરમિયાનમાં તે યુવાન છેલ્લા એકાદ સપ્તાહથી ઘર કોઈને કંઇ જાણ કર્યા વગર નીકળી ગયો હોય ઘરમેળે શોધખોળ કરવામાં આવ્યા બાદ પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરાતા હાલ પોલીસે આ અંગે ગુમશુધા નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જયપાલસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના કેરાળા (હરીપર) ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ વિદ્યુતપાર્ક સોસાયટીમાં આવેલ સ્વર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા ગણેશભાઈ કરમશીભાઈ દેત્રોજા જાતે પટેલ (ઉમર ૬૩) નામના આધેડે પોલીસ મથકે આવીને જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર સ્મિત ગણેશભાઈ દેત્રોજા (ઉમર ૩૪) રહે.સ્વર્ગ એપાર્ટમેન્ટ વિદ્યુતપાર્ક સોસાયટી મોરબી વાળો ગત તા.૨૦-૪ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર કયાંક નીકળી ગયેલ છે અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ પતો લાગ્યો નથી હાલ પોલીસે આ અંગે યુવાન ગુમ થયો હોવાની ગુમશુધા નોંધ દાખલ કરી છે.વધુમાં મળતી માહિતી મુજબ ગુમ થયેલ સ્મિત દેત્રોજા રો-મટીરીયલનો ધંધો કરતો હતો અને હાલ તે પોતાનો મોબાઈલ સાથે લઈને કયાંક ચાલ્યો ગયેલ છે અને તેનો મોબાઈલ હાલ સ્વીચઓફ આવતો હોય પોલીસે ગુમ થયેલા સ્મિત દેત્રોજાની શોધખોળ હાથ ધરી છે.

મશીનમાં દુપટ્ટો આવી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિનિયર સિરામિકમાં કામ દરમિયાન બાજુમાં રહેલ પંખામાં દુપટ્ટો આવી જતા ગળેફાંસો લાગી જતા ઇજાઓ પામેલ હાલતમાં સુમિત્રાબેન હર્ષદભાઈ અશોગ (ઉમર ૨૧) રહે.ભાણમેર જી.અરવલ્લી હાલ મોરબીને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના મકનસર ગામ પાસેના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા લીલાબેન વાઘજીભાઈ રાઠોડ નામના ૪૯ વર્ષના આધેડ મહિલાને તેમના ઘરે બે દિવસ પહેલા મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા સારવાર બાદ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News