મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ


SHARE









મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા તંત્રને કોંગ્રેની એક સપ્તાહનું અલ્ટિમેટમ

મોરબીમાં નવા બસસ્ટેન્ડનું કામ પૂરું થઈ ગયું છે તેઓ પણ તેને લોકાર્પણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આગામી એક સપ્તાહમાં જો નવા બસસ્ટેન્ડનું લોકાર્પણ તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયેલ છે ત્યારે મોરબી જિલ્લામકડક અધિકારીને મૂકવામાં આવે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવું માંગ કરી છે તે ઉપરાંત રાજ્યના બહુચર્ચિત ડમી કાંડ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ઉલ્ટા જે કાર્યવાહી કરવામાં આવે છે તે બંધ કરીને જે લોકો ખરેખર ગુનેગાર છે તેની સામે કાયવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, રાજુભાઇ આહીર, એલ.એમ. કંઝારીયા, કે.ડી. બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, ટીનાભાઇ પટેલ, ચિરાગભાઈ રાચ્છ, બાબુભાઇ વેરાણા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા




Latest News