મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક
Breaking news
Morbi Today

મોરબી નવજીવન વિદ્યાલયમાં શૉયગાન, ભજન અને લોકગીત સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબી નવજીવન વિદ્યાલયમાં શૉયગાનભજન અને લોકગીત સ્પર્ધા યોજાઇ

મોરબી નવજીવન વિદ્યાલયમાં રાષ્ટ્રીય શાયર લોક સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે મોરબી અને માળિયા તાલુકા કક્ષાની શૉયગાનભજન લોકગીત સ્પર્ધા યોજાઇ ગઇ હતી. જેમાં મોરબી તાલુકામાં કુલ ૧૮ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા, જિલ્લા  શિક્ષણાધિકારી કચેરી મોરબીના એસ.જે. મેરજા, શ્રીમદ રાજચંદ્ર શાળા વિષય સંકુલ મોરબીના સંયોજક એસ.એ. જાવીયા અને શાળાના આચાર્ય અતુલભાઇ પાડલીયા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે સ્પર્ધકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધામાં મોરબી તાલુકામાં પ્રથમ ક્રમે ગૌસ્વામી અવની પ્રકાશભાઈ (નવયુગ વિદ્યાલય)  દ્વિતીય ક્રમે વ્યાસ ધર્મીલ પરેશભાઈ (સાર્થક વિદ્યાલય) અને તૃતીય ક્રમે જોષી વૃષ્ટિ હિરેનભાઈ (નવજીવન વિદ્યાલય) વિજેતા બનેલા છે અને આ સ્પર્ધકો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.






Latest News