મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

માળીયા (મી) મોટા દહીસરા ગામે બેંકના કામે ગયેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE









માળીયા (મી) મોટા દહીસરા ગામે બેંકના કામે ગયેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

છેલ્લા ઘણા સમયથી યુવાનોને હાર્ટ એટેકના બનાવની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરા  અતિશયોક્તિ નથી તેવામાં મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ કેશવ હાઇટ્સમાં રહેતો યુવાન માળીયા મિયાણા તાલુકાનાં મોટા દહીસરા ગામે બેંકમાં કામે ગયો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો અને ગભરામણ થવા લાગી હતી જેથી કરીને તેને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું જેથી આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર આવેલ કેશવ હાઇટસમાં રહેતા શૈલેશભાઇ મગનભાઇ સંઘાણી (૪૪) બેંકામાં કામ હોવાથી તે માળીયા મિયાણા તાલુકાનાં મોટા દહીસરા ગામે આવેલ બેંકમાં ગયા હતા ત્યારે ત્યાં બેંકમાં હતા તે સમયે તેઓને અચાનક જ છાતીમાં દુખાવો અને ગભરામણ થવા લાગી હતી જેથી કરીને તેને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું જેથી આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ચોરીના ગુન્હામાં આરોપી પકડાયો
મોરબી નજીક આવેલ ટિંબડી ગામના પાટિયા પાસેથી આઇસર ટ્રક ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી રસુલખાન સેજલખાન મોયલા જાતે કુંભાર (૩૬) રહે. હેમાગુડા ભિલોડા વાસ, ઝાલોર, રાજસ્થાન વાળાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એલ. ઝાલાએ ધરપકડ કરેલ છે




Latest News