બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીર વયની દીકરીનું અપહરણ


SHARE









મોરબીના રફાળેશ્વર ગામેથી સગીર વયની દીકરીનું અપહરણ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે માતાની સાથે નાનાને ત્યાં રહેતી સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી જતા હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ટંકારા તાલુકાના સજનપર (ઘુનડા) ગામે રહેતા આધેડે પોલીસ મથક ખાતે આવીને જાણ કરી હતી કે તેઓની પત્ની હાલ તેમના સસરાને ત્યાં રફાળેશ્વર ગામે રહે છે અને ત્યાં તેણીની સાથે તેઓની ૧૫ વર્ષની પુત્રી રહેતી હોય ગત તા.૨૫-૪ ના રોજ સવારના ૮:૩૦ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો શખ્સ તેઓની સગીરવયની દીકરીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયેલ છે હાલ ધરમેળે શોધખોળ કરવા છતાં પણ સગીરાનો પતો લાગ્યો ન હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ઉપરોક્ત ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ તાલુકા પીઆઈ કે.એ.વાળા દ્વારા કલમ ૩૬૩ મુજબ અપહરણનો ગુનો દાખલ કરીને ભોગ બનેલ સગીરાને શોધી કાઢવા અને આરોપીને પકડવા આગળની જાત તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળની માળિયા-વનાળિયા સોસાયટીમાં રહેતા મહેશ પ્રેમજીભાઈ ચાવડા નામના ૨૬ વર્ષના યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ તરફથી તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે જાણ કરવામાં આવેલ હોય હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

બાઈકમાંથી પડી જતા ઈજા

મોરબીના અણીયાળી ગામે રહેતા હેતલબેન ખેંગારભાઈ ગણેશિયા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે સમયે ચકમપર ગામની પાસે તેણી બાઈકમાંથી નીચે પડી જવાથી ઇજાઓ પામેલ હતી જેથી સારવાર માટે શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી અને બાદમાં બનાવ સંદર્ભે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

બાળક સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતો રાજેશ ગોરધનભાઈ રાઠોડ નામનો ૧૩ વર્ષનો બાળક ઘર નજીક સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે અકસ્માતે સાયકલમાંથી નિચે પડી જતા ઈજા પામતા શહેરની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવામાં આવી રહી છે.




Latest News